પારિવારિક સંબંધો કેટલા જરૂરી?

વિશ્વના માનસશાસ્ત્રીઓ ને સમાજશાસ્ત્રીઓનું સર્વેક્ષણ કહે છે કે ઃ કોઈપણ વ્યક્તિને સ્વસ્થ અને સુદ્રઢ સબંધો વડે જીવનમાં ૮૫% આનંદ મળે છે, જ્યારે ઉપલબ્ધ ગેઝેટ્‌સ (સાધનો) દ્વારા ૧૫% આનંદ મળે છે. કોઈપણ સામાજિક ‘સંબંધો’ની જાળવણીની ધરોહર સ્ત્રી છે, પરંતુ આઘુનિક ગૃહિણીઓને પતિ-બાળકો સિવાયના સબંધો બોજારૂપ લાગે છે.

પશ્ચિમ દેશોનો સમાજ આજે છિન્નભિન્ન થઈ રહ્યો છે, અનેક સામાજિક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જે પ્રશ્નોમાં પ્રાધાન્ય સભર પ્રશ્નો યુવાનોના છે. આ બરર્નંિગ સમસ્યા માટે થોડા સમય પહેલા સમાજશાસ્ત્રીઓનો એક સેમીનાર યોજાયો, જેમાં પશ્ચિમના સમાજશાસ્ત્રીઓએ તારણ કાઢ્‌યું કે, તેમના સમાજની છિન્નભિન્નતા માટે જવાબદાર છે ત્યાંની જીવનશૈલી. તેમણે હાઇલાઈટ કરતા કહ્યું કે, ‘‘કોઈપણ મજબૂત અને સુદ્રઢ સમાજ ને સંસ્કૃતિ માટે, તે સમાજમાં પારિવારિક સંબંધોના મૂળ હોવા જરૂરી છે, જે સમાજની જડને પકડી રાખે છે.’’ પશ્ચિમમાં કૌટુમ્બિક સંબંધો નથી ત્યાં પારિવારિક સંબંધોની તો વાત જ ક્યાં રહી? આજે ત્યાંના સમાજશાસ્ત્રીઓ અને માનસશાસ્ત્રીઓ કૌટુમ્બિક જીવન જીવવા પર ભાર મૂકે છે, તેર વર્ષનો દીકરો હાથમાં ગન ના લે અને ૧૩ વર્ષની દીકરી ડીસ્કોથેકમાંથી સહીસલામત પાછી આવે તેવો માહોલ સર્જવા ઇચ્છે છે. હાલના યુએસએના પ્રમુખ ઓબામા પણ ચર્ચમાં પોતાના સુખી કૌટુમ્બિક જીવન માટે પ્રાર્થના કરે છે અને કૌટુમ્બિક જીવન જીવવા માટે અમેરિકન પ્રજાને અનુરોધ કરે છે.
આમ પશ્ચિમના દેશો સંબંધોના વિખરાયેલા માળાના તીનકે તીનકા ભેગા કરી, સામાજિક સંબંધો સ્થાપિત કરવા પ્રયત્ન કરે છે, જ્યારે આપણા એટલે ભારતીય સંસ્કૃતિના વર્ષો જૂના સંબંધોના માળાના તીનકે તીનકા છુટા પડી રહ્યા છે, સંબંધોનો માળો નવી પેઢી અને બદલાતી જીવનશૈલી દ્વારા વિખરાઈ રહ્યો છે. જેમ જેમ સમાજમાં આઘુનિકતા વધી રહી છે. તેમ સંબંધોના વળ ઉકલતા જાય છે. આજની બાળપેઢી અને યુવાન ટીન પેઢી ટેકનોલોજીના જ્ઞાનથી સંપૂર્ણ બની રહી છે, પરંતુ સામે મહત્ત્વપૂર્ણ પારિવારિક સંબંધોની કડી ધીમે ધીમે ખોલી રહ્યા છે. જેનો તેમને તો અહેસાસ નથી જ, પરંતુ મઘ્યવયસ્ક માતા-પિતા વડીલ પેઢીને પણ તે અહેસાસ નથી. આજના સાંપ્રત સમયમાં વિભક્ત કુટુંબનો સિક્કો રગડી રહ્યો છે ત્યાં બીજા સંબંધોની વાત જ ક્યાં રહી?
આજની આઘુનિક પેઢી સગાવ્હાલાં, રિશ્તેદારો સાથે સંબંધ રાખવાની પરંપરાને જૂનવાણી વિચારો ગણે છે તેમને સંબંધો માનસિક બોજારૂપ લાગે છે. તેમની નૈતિકતા અને માનિસકતા બદલાઈ ચૂકી છે. સામાન્ય રીતે કોઈપણ ઘરોમાં માતા-પિતા સિવાયની બીજી વ્યક્તિ આવે તો, ભારતીય સભ્યતા પ્રમાણે કેમ છે કહેવું, નમસ્કાર કરવા વગેરે વર્તન કરવામાં આવતું નથી. કોઈપણ જગ્યાએ કૌટુંબિક સંબંધનો ઉલ્લેખ (રેફરન્સ) કાઢવામાં આવે તો નવી પેઢીને ગમતું નથી. કાકા-બાપાના કુટુંબો જે પહેલા એક જ ઘરમાં રહી ઊછરતા હતા, તેની સામે આજની પેઢી ફર્સ્ટ કઝીન – પિત્રાઈભાઈભાંડુંઓને પણ ઓળખતા નથી. આની અસર સમાજ પર જબરજસ્ત પડી રહી છે.
આ બદલાવના ઘણા કારણો છે. જેમાં પ્રથમ આપણી બદલાઈ રહેલી જીવનશૈલી અને મઘ્યવયસ્ક પેઢીની માનસિકતા. આજે મોટાભાગના ઘરોમાં માતા-પિતાને જ કૌટુમ્બિક સંબંધો ગમતા નથી. તેમા ખાસ કરીને ઘરની સ્ત્રીઓને સબંધો સાચવવા ભારરૂપ લાગે છે. અનેક સુવિધાના સાધનો હોવા છતાં, ગૃહકાર્ય ગૃહિણીઓને બોજારૂપ લાગે છે. મોટાભાગે રુટીન કામમાંથી સમય મળતો નથી. તેવી દરેક ગૃહિણીની ફરિયાદ હોય છે, એવી પરિસ્થિતિમાં બીજા કુટુંબનીજનો આવે અને તેને સાચવવાની, ખાણીપીણી વગેરે આગતા સ્વાગતા કરવાની રસમ, ભારરૂપ લાગે છે. એટલે આજની આઘુનિક ગૃહિણીઓને પોતાની બીજી જંિદગીમાં વધારે રસ હોય છે એટલે ખાસ કરીને પોતે અને પતિ અને બાળકો, આટલા સંબંધોથી તેનું જીવનવર્તુળ પુરું થઈ જાય છે, આટલી વ્યક્તિઓ સાથે જ હરવા ફરવા, ક્લબલાઈફ વગેરેમાં વધારે રસ હોય છે. એટલે સામાજિક સંબંધો સાચવવા બોજરૂપ લાગે છે. કોઈપણ કૌટુબિક સબંધ સચવાય તેની ધરોહર સ્ત્રી છે. સ્ત્રી વડે જ સામાજિક સંબંધો સચવાય છે. આજે આ ધરોહર જ, પાયો જ નબળો પડી રહ્યો છે, જેથી એના પર ચણાતી ઈમારત પણ નબળી જ ચણાઈ રહી છે.
આજની માતાઓ મોટેભાગે વ્યાવસાયિક હોય છે. પિતા પણ પોતાની કારકીર્દિમાં વ્યસ્ત હોય છે. બન્ને વર્કીંગ માતા-પિતા સવારથી કામ પર ચાલી જાય, ને સાંજે પાછા આવે. આ સમય દરમ્યાન બાળકો કાં તો આયાઓ પાસે રહેતા હોય છે, અથવા અમુક ઉંમર પછી, એકલા ઘરમાં રહેતા હોય છે ત્યારે, ટીવી, કોમપ્યુટર વગેરે સાધનો સાથે સમય પસાર કરવાની ટેવ પડી જાય છે. ધીરે ધીરે તેમની દુનિયા આ મોડર્ન ગેઝેટ્‌સ (સાધનો), જ બની જાય છે. ભણવાના સમય સિવાય આ સાધનો સાથે સમય પસાર કરવો અને બાકીના થોડા સમયમાં મિત્રો કે સખીઓ સાથે ફરવું એ તેમની ફરવું, વગેરે જીવનશૈલી અપનાવી લે છે. આથી તેઓ પોતાના જીવનમાં જ વ્યસ્ત રહે છે. તેમને સંબંધોની કંિમત સમજાતી નથી અને આજની યુવાપેઢી મોટેભાગે માતા-પિતાથી આગળ સંબંધ રાખવામાં માનતી નથી. આ પશ્ચિમની સંસ્કૃતિની અસર છે. પણ આ ગેરસમજ છે અને પરિસ્થિતિનું સચોટ ભાન માતાપિતાએ કરાવવું જરૂરી છે.
તાજું જ ભારતીય સમાજશાસ્ત્રીઓનું સર્વેક્ષણ કહે છે કે કોઈપણ વ્યક્તિને સ્વસ્થ અને સુદ્રઢ સંબંધો વડે ૮૫% આનંદ અને ખુશી મળે છે. જ્યારે મોર્ડન ઉપલબ્ધ ગેઝેટ્‌સ (સાધનો) વડે ફક્ત ૧૫% જ આનંદ અને ખુશી મળે છે.
આ સર્વેક્ષણ ઉપરની કરેલી દલીલોને સમર્થન આપે છે. આ ઉપરાંત બાળકોને મળતી આર્થિક આઝાદી, આજના આઘુનીક માતા પિતાની બાળકોને જીદ પોષી હાજી હા કરવાની રીત, વગેરે કારણોસર આજની બાળપેઢી અને યુવોપેઢી સંબંધો સાથેનો સંપર્ક (ટચ) ધુમાવી રહી છે.
આ સંબંધો ગુમાવવાથી અનેક સામાજિક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, પ્રથમ તો બાળકોને મોટા-વડીલોને માન આપવું જોઈએ, એ ભારતીય સભ્યતા ભૂલાતી જાય છે, પોતાનામાં જ મસ્ત યુવાપેઢીનું વર્તન થોડું સ્વાર્થી ને ઉદ્વત બની શકે છે. આ ઉપરાંત સંબંધોની રેખા લગભગ ભૂંસાઈ જવાથી આજની પેઢી શેરીંગ-વ્હેંચવાની ભાવના શીખી જ શકતી નથી. એકલપેટાપણું વધતું જાય છે જે લાંબાગાળે તનાવ ઊભો કરે છે. પેઢીનો એટીટ્યુડ સ્વાર્થી બનતો જાય છે. પરિણામે ઘરડાઘરો ઉભરાતા જાય છે અને ઘોડિયાઘરો પણ ઉભરાતા જાય છે. સૌથી વઘુ નુકસાન આજની યુવાપેઢીને ભવિષ્યમાં જશે કારણ કે આજે લગભગ દરેક ઘરમાં ‘એક બાળક’ જ હોય છે. આથી ભાઈ-બહેન જેવા સગા સબલીંગ્સ (સહોદરો)ની ઘેરહાજરી હશે. એ વખતે પારિવારિક સંબંધો પણ નાશ પામતા આ યુવાપેઢી લાગણી ક્યાંથી મેળવશે? પોતાના પ્રશ્નોની ચર્ચા કરવા માટે હૂંફ મેળવવા માટે તેમને કદાચ ‘સંબંધો’ પણ ભાડે લેવાનો વારો આવે તો નવાઈ નહિ!
આમ જો સભ્ય સંસ્કૃતિ અને સમાજને ટકાવી રાખવો હોય તો માતા-પિતાએ બાળકોને સંબંધોની સમજદારી આપવી જરૂરી છે. તેને માટે કેટલીક ટીપ્સ જરૂરી છે.
* નાનપણથી જ બાળકોને સબંધોની જાણકારી ને સમજ આપો.
* તમે વડીલ તરીકે સંબંધ જાળવો, સંબંધીઓની બુરાઈ કે મજાક બાળકોની હાજરીમાં ના કરો.
* નાનપણથી જ પારિવારિક રીતરસમ, સંબંધોને સંસ્કારોની સમજ આપો. આથી મોટપણે એ સંબંધો નિભાવી શકે.
* ખાસ કરીને ગૃહિણીએ, ઘરની સ્ત્રીએ જ કૌટુમ્બિક સંબંધો જાળવી રાખવા જરૂરી બને છે.
– અનુરાધા દેરાસરી

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
virtual follow
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors