સામાન્ય વર્ગને મોંઘવારી બધે નડી રહી છે. મોટા ભાગના મૂડીરોકાણ સ્રોત પણ મોંઘા થઇ ગયા છે. સોનામાં ૧૦ ગ્રામદીઠ R ૨૬૬૦૦, ચાંદીમાં કિલોદીઠ R ૫૩,૫૦૦ અને જમીન-મકાનના આસમાનને આંબી રહેલા ભાવો જોઇને સામાન્ય માનવીએ ઠાકોરજીના અન્નકૂટની જેમ દૂરથી દર્શન કરીને જ ધન્ય થવાનો કપરો સમય આવ્યો છે.
ખાનગી બેન્કોમાં એફડી મૂકવા જાવ તો કહેશે કે ઓછામાં ઓછા R ૫૦૦૦ની એફડી કરાવવી પડશે, સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવવા જાવ તો કહેશે ઓછામાં ઓછું R ૫૦૦૦નું બેલેન્સ રાખવું પડશે. શેરબજારમાં મૂડીરોકાણ કરવા જાવ તો બ્રોકર કહેશે ઓછામાં ઓછા R ૧૦,૦૦૦ની રકમ જમા રાખવી પડશે. વીપ્રો જેવી સારી કંપનીના ૧૦૦ શેર્સ ખરીદવા હોય તો પણ ઓછામાં ઓછા R ૩,૪૦,૦૦૦નો માલ દાવ ઉપર લાગી જાય!સંખ્યાબંધ મૂડીરોકાણ સ્રોત ધીરે ધીરે સામાન્ય રોકાણકારોની પહોંચ બહાર જઇ રહ્યા છે. એટલું જ નહિ, મોટા ભાગના રોકાણ સ્રોતમાં ટૂંકા-મધ્યમ ગાળાના ટ્રેડિઁગમાં નાની મૂડી લડાવનારાઓને બ્રોકરેજ, કમશિન, સર્વિસ ચાર્જ, એન્ટ્રી/એક્ઝિટ ચાર્જ, પ્રોસેસિંગ ચાર્જ, રજિસ્ટ્રેશન ચાર્જ, એસટીટી, ઇન્કમટેકસ જેવાં સંખ્યાબંધ ચાર્જીસ વચ્ચે ‘ટકાની ડોશીને ઢબ્બો મૂંડામણ’ ની કહેવત અનુસાર નકારાત્મક રિટર્ન છુટતું હોય છે.
બીજી તરફ વીમાયોજનાઓ, બેન્ક એફડી, પીએફ, પીપીએફ, નાની બચત યોજનાઓ સહિતના પારંપરિક મૂડીરોકાણ સ્રોતમાં બાંધ્યા રેટના રિટર્નના કારણે સામાન્ય રોકાણકારો માટે પરસેવાની કમાણીમાંથી બચાવેલી મૂડીનું રોકાણ કરીને ‘બે પાંદડે’ થવાના દહાડા દોહ્યલા બન્યા છે. આવા સંજોગોમાં સામાન્ય રોકાણકારો માટે તગડી કમાણી માટેનો કોઇ રસ્તો ખરો?! એવો સવાલ સૌ કોઇને થાય તે સ્વાભાવિક છે.
મૂડીની મયૉદા, સમયનો અભાવ અને યોગ્ય માર્ગદર્શનના અભાવે સામાન્ય રોકાણકારો મૂડીરોકાણના મામલે ઘણીવાર મૂંઝવણમાં મૂકાઇ જતાં હોય છે. પરંતુ જો તેઓ ગ્રૂપ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અપનાવે તો મહદ્ અંશે સફળતા મેળવી શકે છે.
એસઆઇપી નહિ જીઆઇપી અપનાવો
વાંચીને આશ્ર્વર્ય થશે, પરંતુ હકીકત છે! મૂડીરોકાણની આધુનિક શતરંજમાં સામાન્ય અને નાના રોકાણકારોએ સફળતા મેળવવી હોય તો સીંગલ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ (એસઆઇપી) વ્યક્તિગત નહીં પણ ગ્રૂપ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ (જીઆઇપી)ની રણનીતિ અપનાવોે!! R ૫૫૦૦૦ના મથાળે પહોંચેલી ચાંદી, R ૨૭૦૦૦ આસપાસ રમતું સોનું અથવા R ૩.૪૦ લાખ આસપાસની કિંમતે પડતા વીપ્રોના ૧૦૦ શેર્સ ખરીદવાની તાકાત સામાન્ય અને વ્યક્તિગત રોકાણકારની ન હોય તે સ્વાભાવિક છે. પરંતુ જો ૧૦ રોકાણકારો એક ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ બનાવે તો મૂડીરોકાણની તાકાત ૧૦ ગણી વધી જશે. ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કેપેસિટી વધી જશે. જોખમ પણ વહેંચાઇ જશે. તેની સામે તમારા રિટર્નની ટકાવારીમાં આકર્ષક વૃિદ્ધ જોવા મળશે. એટલું જ નહિ તમે સોના-ચાંદીથી માંડીને રિયલ એસ્ટેટમાં પણ મૂડીરોકાણ કરવાની ક્ષમતા કેળવી શકશો. પંચકી લકડી એક કા બોજ!!
વિવિધ મૂડીરોકાણ સ્રોત ઉપર ટકાવારીમાં રિટર્નની સ્થિતિ
વગિત છેલ્લો બંધ ૯ માસ છ માસ ત્રણ માસ એક માસ
સેન્સેક્સ ૧૬૪૫૩ -૨૫.૦૪ -૧૮.૦૯ -૧૦.૬૩ -૨.૨૩
નિફ્ટી-૫૦ ૦૪૯૪૩ -૨૪.૫૬ -૧૭.૮૭ -૧૩.૯૬ -૧.૯૬
ચાંદી ૫૩૫૦૦ +૧૫.૮૦ -૪.૮૫ +૪.૯૦ -૧૮.૩૨
સોનું ૨૬૬૦૦ +૨૭.૨૭ +૨૬.૬૬ +૨૦.૯૦ -૫.૨૬
રૂપિયો (રૂ.) ૪૮.૯૭ -૯.૪૪ -૧૦.૧૫ -૯.૭૫ -૬.૮૯
ક્રૂડ (ડોલર) ૮૨ -૯.૭૫ -૩૦.૪૯ -૧૪.૬૩ -૬.૦૯
ગોલ્ડ ઇટીએફ — +૩૩.૦૦ +૨૪.૦૦ +૧૭.૦૦ -૪.૦૦
નિફ્ટી-બીઝ — +૦.૩૦ -૧૧.૦૦ -૧૨.૫૦ -૧૬.૦૦
ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ કેવી રીતે બનાવશો…
#પરિવાર/સગાં, મિત્રવર્તુળ/ ઓફિસ સ્ટાફ ના સભ્યોનું એક ગ્રુપ બનાવો.
#ભરોસો ધરાવતા ઓછામાં ઓછા ૧૦ સભ્યોનું ગ્રુપ હોવું જરૂરી છે.
#સભ્યદીઠ R ૨૫,૦૦૦ એક સાથે એકત્ર કરો. જેથી પ્રારંભિક R ૨,૫૦,૦૦૦ની મૂડી જમા થઇ જશે.
#દર મહિને પહેલેથી નક્કી કરીને સભ્યદીઠ R ૧૦૦૦ કે તેના ગુણાંકમાં રકમ ઉઘરાવો.
#ઓછામાં ઓછા બાર માસ માટે આ રીતે R ૧.૨૦ લાખ જમા થશે.
#એક વર્ષમાં કુલ R ૩.૨૦ લાખની મૂડી જમા થઇ જશે.
#પૂરતા અભ્યાસના આધારે મૂડીરોકાણ માટેના સ્રોતની પસંદગી કરો.
#શરૂઆતમાં એકત્ર થયેલા R ૧,૦૦,૦૦૦નું એકસામટું મૂડીરોકાણ તેમાં કરો.
#દર મહિને એકત્ર થતાં R ૧૦,૦૦૦નું પણ મંથલી ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરો.
#ટીમમાંથી બે સભ્યોને મૂડીરોકાણની જવાબદારી સોંપો.
#આ રીતે કરેલા મૂડીરોકાણનું સમયાંતરે મૂલ્યાંકન કરો.
#પૂર્વ સહમતી સાથે મૂડીરોકાણની ચોક્કસ સમયમયૉદા નક્કી કરો.