આપણા વેદશાસ્ત્રો એ ૐ ઓંકારને સૌથી ઉત્તમ મંત્ર તરીકે સ્થાન આપ્યું છે. આ ઓંકારનો ઉચ્ચાર કરતા જ આપણા માનસપટલ ઉપર એક અલૌકિક સુખ છવાઇ જાય છે. આ ઓંકાર કેટલી શકિત ધરાવે છે. એકવાર મૃત્યુ દેવોનો પીછો કરી રહ્યુ હતું. તેનાથી બચવા બધા દેવો વેદ પસે ગયા.વેદ દ્વારા દેવોને આશ્રય મળ્યો પરંતુ મૃત્યુ ત્યાં પણ આવી ચડયું આથી ગભરાયેલા દેવો ઓંકાર પાસે ગયા. ઓંકારે તેઓને સંરક્ષણ આપ્યું. મૃત્યુ પાછુ વળી ગયુ અને દેવોનો અદભુત બચાવ થયો.
જેણે દેવો જેવા સમર્થ દૈવી તત્વોને બચાવ્યા હોય તે ઓંકારમાં કેટલી શકિત હશે આથી જ આપણા વેદશાસ્ત્રોએ માનવને સલાહ આપી છે કે જો મૃત્યુના ડરમાંથી બચવું હોય તો ઓંકારને પ્રસન્ન કરવો.ઓંકારમાં સમગ્ર વેદ-ઉપનિષદના તાત્વીક અર્થ સમાઈ જાય છે. ખુદ ભગવાને પણ ઓંકારને પરબ્રહ્મ કહ્યો છે.એટલે જ કહેવાયુ છે કે માનવે સ્વર્ગ મેળવવું હોય તો વેદોની ઉપસના કરવી પરંતુ તે અમૃત તત્વ મેળવવું હોય તો ઓંકારને પ્રસન્ન કરવો.ઓંકારમાં બે અર્થોનો સમાવેશ થાય છે.ઉદગીથ અને પ્રણવ ઉદગીથ એટલે પરબ્રહ્મનું સ્વોત્તમ પ્રાર્થના આપણા મહાન ઋષીમુનિઓએ પરબ્રહ્મનું સર્વોત્તમ ધ્યાન ધરવા માટે સર્વવ્યાપી સંજ્ઞા એવા ઓંકારનો ઉપયોગ કર્યો.આ ઉદગીથ પાછળ એક પૌરાણિક કથા પણ છે.એકવાર દેવ-દાનવો વચ્ચેના યુધ્ધ દરમ્યાન હારી રહેલા દેવોએ હ્વદયમાં બિરાજમાન જીવનતત્વને ઉદગીથ ગણી તેની સ્તૃતિ કરી, દાનવો આનો ઉત્તર વાળી શકયા નહિ અને તેઓનો પરાજય થયો.જયાંરે પ્રણવ ને હ્વદયમાં રહેલા જીવનતત્વની સંજ્ઞા છે, જે જીવનતત્વમાંથી માનવનું સમગ્ર શરીર ઉર્જા પ્રાપ્ત કરે છે. એટલે જ જીવન તત્વ વગરના શરીરનું કોઈ મૂલ્ય રહેતું નથી.