ઓખાહરણ-કડવું-૭૭ (રાગ-ગુર્જરી)
બાણાસુરની પત્નિ શૃઈકૃષ્ણને કરગરી
કોટરા કહે છે કરગરી, એના બાપને ચાંપ્યો પાતાળ;
જાણશે તો ઘણું થાય, એ છે તમારો બાળ.
કરુણાસાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક;
દીન જાણી દયા કરો, એ છે મારો રાંક.
ચક્ર ચતુરભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ;
નવસેં છન્નુ કર છેદી નાંખ્યાં, રાખિયા ચાર હાથ.
રુધિરભર્યો આંસુ ગાળતો, આવિયો શિવની પાસ;
એમ કહીને પાયે લાગ્યો, સાંભળો ગતિ કૈલાસ.
એક મારી વિનંતી, તમે સાંભળો જુગદીશ;
સાંભળી કોપે ભરાયા, પોતે ઉમિયાઈશ.
(વલણ)
મનમાં રીસ ચઢી ઘણી, તમે સાંભળો રાજકુમાર રે;
સદાશિવ યુદ્ધે ચઢ્યા, તેણે ધ્રુજી ધરા અપાર રે.