સુંવાળીઃ
સામગ્રીઃ
૧ કિલો મેંદો,૨૦૦ ગ્રામ દળેલી ખાંડ,૪ ચમચા ઘી,૪ ચમચા તલ,લોટ બાંધવા માટે દૂધ,તળવા માટે ધી.
રીત :
મેંદાને ચાળણીથી ચાળી નાંખવો પછી તેમાં ઘીનું મોણ નાંખી લોટ બરાબર મસળવો. તેમાં અધકચરા ખાંડેલા તલ નાંખવા. દૂધમાં દળેલી ખાંડ ઓગાળી દૂધથી લોટ બાંધવો. લોટને દસ્તા વડે થોડો કચરવો અને નરમ બનાવવો. ત્યારબાદ એક સરખા નાના લુઆ કરી સુંવાળી વણી લેવી. બહુ સુકાવા દેવી નહીં.ઘીમાં તળી લેવી.