ઓખાહરણ-કડવું-૬૦

ઓખાહરણ-કડવું-૬૦   (રાગ-વેરાડી)
ઓખા અનિરુદ્ધને યુધ્ધ ન કરવા વિનવે છે.

ઓખા કરતી કંથને સાદ રે, હો હઠીલા રાણા;
એ શા સારું ઉન્માદ, હો હઠીલા રાણા.

હું તો લાગું તમારે પાય, હો હઠીલા રાણા;
આવી બેસો માળિયા માંય, હો હઠીલા રાણા.

હું તો બાણને કરું પ્રણામ, હો હઠીલા રાણા;
છે કાલાવાલાનું કામ, હો હઠીલા રાણા. ૩.

એ તો બળીયા સાથે બાથ, હો હઠીલા રાણા;
એ તો જોઇને ભરીએ નાથ, હો હઠીલા રાણા.

એ તો તરવું છે સાગર નીર, હો હઠીલા રાણા;
બળે પામીએ ન સામે તીર , હો હઠીલા રાણા.

મને થાય છે માઠા શુકન, હો હઠીલા રાણા;
મારું ફરકે છે જમણું લોચન, હો હઠીલા રાણા.

મારો મોતીનો તૂટ્યો હાર, હો હઠીલા રાણા;
ડાબે નેત્રે વહે જળ ધાર, હો હઠીલા રાણા.

દિસે ગગને ઝાંખો ભાણ, હો હઠીલા રાણા;
દિસે નગરી તો ઉજડ રાન, હો હઠીલા રાણા.

રુવે વાયસ ગાય ને શ્વાન, હો હઠીલા રાણા;
એવા શુકન માઠા થાય, હો હઠીલા રાણા.

હું ધ્રુજતી દેખું ધરણ, હો હઠીલા રાણા;
એ તો સાગરે શોણિત વરણ, હો હઠીલા રાણા.

આવ્યા અગણિત અસવાર, હો હઠીલા રાણા;
માહેમાંહે થાય છે હાહાકાર, હો હઠીલા રાણા.

ઓ દુંદુભી વાગ્યો ઘાય, હો હઠીલા રાણા;
એ તો સૈન્ય તમ પર ધાય, હો હઠીલા રાણા .

ઓ આવ્યું દળ વાદળ, હો હઠીલા રાણા;
ઓ ઝળકે ભાલાના ફળ, હો હઠીલા રાણા.

પાખર બખ્તર ધરી ટોપી, હો હઠીલા રાણા;
દૈત્ય ભરાયા આવે કોપી, હો હઠીલા રાણા.

એ તો શુરવીર મહાકાળ, હો હઠીલા રાણા;
હવે થાશે કોણ હાલ ? હો હઠીલા રાણા.

નાથ જુઓ વિચારી મન, હો હઠીલા રાણા ;
જુધ્ધ રહેવા દો રાજન, હો હઠીલા રાણા.

જો લોપો મારી વાણ, હો હઠીલા રાણા;
તમને માતા પિતાની આણ, હો હઠીલા રાણા

આવ્યો બાણ તે પ્રલયકાળ, હો હઠીલા રાણા;
મેઘાડંબર છત્ર વિશાળ, હો હઠીલા રાણા.

(વલણ)

મેઘાડંબર છત્ર બિરાજે, ઊલટી નગરી બુધ રે;
અગણિત અસ્વાર આવિયા, તેણે વીંટી લીધો અનિરુધ્ધ રે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors