નિવૃતિ કોને કહેવી?
* ઉપાધિરહિત પ્રવૃતિ એટલે નિવૃતિ.
* મનને વિષયોમાંથી ખેચી લઈ તેને પરમાત્મા પર કેન્દ્રિત કરવું.
* વિષયો પ્રત્યે વૈરાગ્યવૃતિ કેળવવી.
* જેમાં ક્રિયાનો અભાવ અથવા નિષ્કિયતા નથી;પણ પ્રવૃતિમાંથી મુકત થવાની પ્રવૃતિ હોય છે.
* નિવૃતિ એટલે મુળ સ્થાને પાછા ફરવું અથવા અંદરથી સ્થિર રહીને આત્માને ઉપકારક એવી દિશામાં ગતિ હોય છે.
* પ્રમાત્મામાં અટલ વિસ્વાસ રાખી તેમના અર્થે પ્રવૃતિ કરવી તે.
* સાંસારિક પદાર્થોમાંથી વૃતિ પાછી ખેચી લેવી તે.
* કર્તાપણાના ભાવમાંથી મુકત થવું તે.