શરમાળપણું – મારી ઢાલ
અન્નાહારી મંડળની કાર્યવાહક સમિતિમાં હું ચુંટાયો તો ખરો, અને ત્યાં દરેક વખતે હાજરી પણ ભરતો, પણ બોલવાને જીભ જ ન ઊપડે. મને દા. ઓલ્ડઅફિલ્ડા કહે, ‘તું મારી સાથે તો ઠીક વાતો કરે છે, પણ સમિતિની બેઠકમાં તો કદી જીભ જ નથી ઉપાડતો. તને નરમાખની ઉપમા ઘટે છે.’ હું આ વિનોદ સમજયો. માખીનો નિરંતર ઉદ્યમી રહે છે, પણ નરમાખ ખાતો પીતો રહે છે ને કામ કરતો જ નથી. સમિતિમાં બીજા સૌ પોતપોતાના અભિપ્રાય દર્શાવે ત્યારે હું મૂંગો જ બેસી રહું એ કેવું ? મને બોલવાનું મન ન થતું એમ નહીં, પણ શું બોલવું ? બધું સભ્યો મારા કરતાં વધારે જાણનારા લાગે, વળી કોઇ બાબતમાં બોલવા જેવું લાગે અને હું બોલવાની હિંમત કરવા જતો હોઉં તેવામાં તો બીજો વિષય ઊપડે.
આમ બહુ વખત ચાલ્યું. તેવામાં સમિતિમાં એક ગંભીર વિષય નીકળ્યો. તેમાં ભાગ ન લેવો એ મને અન્યાય થવા દીધા બરોબર લાગ્યું. મૂંગે મોઢે મત આપી શાંત રહેવું એ નામર્દાઇ લાગી. મંડળના પ્રમુખ ‘ટેમ્સવ આયર્ન વકર્સ’ ના માલિક મિ. હિલ્સ હતા. તેઓ નીતિચુસ્ત હતા. તેમના પૈસા ઉપર મંડળ નભતું હતું એમ કહી શકાય. સમિતિમાંના ઘણા તો તેમની છાયા નીચે નભતા હતા. આ સમિતિમાં દા. ઍલિન્સઆન પણ હતા. આ વખતે પ્રજોત્પતિ ઉપર કૃત્રિમ ઉપાયોથી અંકુશ મૂકવાની હિલચાલ ચાલતી હતી. દા. ઍલિન્સંન તે ઉપાયોના હિમાયતી હતા તે મજૂરોમાં તેનો પ્રચાર કરતા. મિ. હિલ્સ ને આ ઉપાયો નીતિનાશ કરનારા લાગ્યા. તેમને મન અન્નાહારી મંડળ કેવળ ખોરાકના જ સુધારાને સારુ નહોતું, પણ તે એક નીતિવર્ધક મંડળ પણ હતું. અને તેથી દા. ઍલિન્સકનના જેવા સમાજઘાતક વિચારો ધરાવનારા તે મંડળમાં ન હોવા જોઇએ એવો તેમનો અભિપ્રાય હતો. તેથી દા. ઍલિન્સતનને સમિતિમાંથી બાતલ કરવાની દરખાસ્ત આવી. આ ચર્ચામાં હું રસ લેતો હતો. દા. ઍલિન્સતનના કૃત્રિમ ઉપાયોવાળા વિચારો મને ભયંકર લાગેલા. તે સામે મિ. હિલ્સલના વિરોધને હું શુદ્ધ નીતિ માનતો હતો. તેમના પ્રત્યે મને ખૂબ માન હતું. તેમની ઉદારતાને વિશે આદર હતો. પણ એક અન્નાહારસંવર્ધકમાંથી શુદ્ધ નીતિના નિયમોને ન માનનારાનો, તેની અશ્રદ્ધાને કારણે, બહિષ્કાર થાય એમાં મને ચોખ્ખો અન્યાય જણાયો. મને લાગ્યું કે અન્નાહારી મંડળના સ્ત્રી પુરુષસંબંધ વિશેના મિ. હિલ્સમના વિચાર તેમના અંગત હતા. તેને મંડળના સિદ્ધાંત સાથે કશો સંબંધ નહોતો. મંડળનો હેતુ કેવળ અન્નાહારનો અનાદર કરનારને પણ મંડળમાં સ્થાળન હોઇ શકે એવો મારો અભિપ્રાય હતો.
સમિતિમાં બીજા પણ મારા વિચારના હતા. પણ મને મારા વિચારો પ્રગટ કરવાનું શૂર ચડયું હતું. તે કેમ જણાવાય એ મહાપ્રશ્ર થઇ પડયો. બોલવાની મારી હિંમત નહોતી. તેથી મેં મારા વિચાર લખીને પ્રમુખની પાસે મૂકવાનો નિશ્ર્ચય કર્યો. હું મારું લખાણ લઇ ગયો. મને યાદ છે તે પ્રમાણે એ લખાણ વાંચી જવાની પણ મારી હિંમત ન ચાલી. પ્રમુખે તે બીજા સભ્યાની પાસે વંચાવેલુ. દા. ઍલિન્સાનનો પક્ષ હારી ગયો. એટલે આવા પ્રકારના મારે સારુ આ પહેલા યુદ્ધમાં હું હારનાર પક્ષમાં રહ્યો. પણ તે પક્ષ સાચો હતો હેવી મને ખાતરી હતી, તેથી મને સંપૂર્ણ સંતોષ હતો. મારો કંઇક એવો ખ્યાલ છે કે મેં ત્યાર પછી સમિતિમાંથી રાજીનામું આપેલું.
મારું શરમાળપણું વિલાયતમાં છેવટ સુધી રહ્યું. કોઇને મળવા જતાંયે જયાં પાંચસાત માણસનું મંડળ એકઠું થાય ત્યાં હું મૂગો બની જાઉં.
એક વખત હું વેંટનર ગયેલો. ત્યાંમ મજમુદાર પણ હતા. અહીં એક અન્નાહારી ઘર હતું ત્યાં અમે બન્ને રહેતા. ‘એથિકસ ઑફ ડાયટ’ ના કર્તા આ જ બંદરમાં રહેતા હતા. અમે તેમને મળ્યા. અહીં અન્નાહારને ઉત્તેજન આપવાની એક સભા મળી. તેમાં અમને બન્ને ને બોલવાનું આમત્રંણ મળ્યું. બન્નેને કબૂલ રાખ્યું. લખેલું ભાષણ વાંચવામાં કંઇ બાધ ન ગણાતો એમ મેં જાણી લીધું હતું. પોતાના વિચારો કડીબદ્ધ ને ટૂંકામાં મૂકવાને સારુ ઘણા લખેલું વાંચતા એમ હું જોતો. મેં મારું ભાષણ લખ્યું . બોલવાની હિંમત નહોતી. હું વાંચવા ઊભો થયો ત્યાતરે વાંચી પણ ન શકયો. આંખે સૂઝે નહીં ને હાથપગ ધ્રુજે. મારું ભાષણ ભાગ્યે ફૂલ્સ કૅપનું એક પાનું હશે. તે મજમુદારે વાંચી સંભળાવ્યું . મજમુદારનું ભાષણ તો સરસ થયું. સાંભળનારા તેમનાં વચનોને તાળીઓના અવાજથી વધાવી લેતા હતા. હું શરમાયો ને મારી બોલવાની અશકિતને લીધે દુઃખ પામ્યો.
વિલાયતમાં જાહેરમાં બોલવાનો છેલ્લો પ્રયત્ન� મારે વિલાયત છોડતાં કરવો પડયો હતો. વિલાયત છોડતાં પહેલાં અન્ના હારી મિત્રોને હૉબર્ન ભોજનગૃહમાં ખાણા સારુ નોતર્યા હતા. મને લાગ્યુંદ કે અન્નાહારી ભોજનગૃહોમાં તો અન્નારહાર મળે જ, પણ જયાં માંસાહાર થતો હોય તેવા ભોજનગૃહમાં અન્ના્હારનો પ્રવેશ થાય તો સારું. આવો વિચાર કરી આ ગૃહના વ્યાવસ્થાપક સાથે ખાસ બંદોબસ્તસ કરી ત્યાંડ ખાણું આપ્યું . આ નવો અખતરો અન્ના હારીઓમાં પંકાયો, પણ મારી તો ફજેતી જ થઇ. ખાણાંમાત્ર ભોગને અર્થે જ થાય છે. પણ પશ્ર્ચિમમાં તો તેને એક કળા તરીકે કેળવેલ છે. ખાણાને વખતે ખાસ શણગાર, ખાસ દમામ થાય છે. વળી વાજાં વાગે, ભાષણો થાય. આ નાનકડા ખાણામાંયે એ બધો આડંબર હતો જ. મારો ભાષણ કરવાનો સમય આવ્યોમ. હું ઊભો થયો. ખૂબ વિચારીને બોલવાનું તૈયાર કરી ગયો હતો. થોડાં જ વાકયો રચ્યાં� હતાં. પણ પહેલાં વાકયથી આગળ ચાલી જ ન શકયો. ઍડિસન વિશે વાંચતા તેની શરમાળ પ્રકૃતિને વિશે વાંચેલું. આમની સભાના તેના પહેલા ભાષણને વિશે એમ કહેવાય છે કે, તેણે ‘હું ધારું છું, ’ ‘હું ધારું છું, ’ ‘હું ધારું છું, ’ એમ ત્રણ વાર કહ્યું, પણ પછી તે આગળ ન વધી શકયો. અંગ્રેજી શબ્દપ જેનો અર્થ ‘ધારવુ’ છે તેનો અર્થ ‘ગર્ભ ધારણ કરવો’ પણ છે. તેથી જયારે ઍડિસન આગળ ન ચાલી શકયો ત્યાુરે આમની સભામાંથી એક મશ્કેરો સભ્યછ બોલી ઊઠયો કે, ‘આ ગૃહસ્થે� ત્રણ વાર ગર્ભ ધારણ કર્યો, પણ કંઇ ઉત્પાન્નવ તો ન જ કરી શકયા ! ’ આ કહાણી મેં વિચારી રાખી હતી અને ટૂંકુ વિનોદી ભાષણ કરવા ધાર્યુ હતું. તેથી મેં મારા ભાષણનો આરંભ આ કહાણીથી કર્યો, પણ ત્યાં� જ અટકયો. વિચારલું બધું વીસરાઇ ગયું ને વિનોદ તથા રહસ્યંયુકત ભાષણ કરવા જતાં હું પોતે વિનોદનું પાત્ર બન્યો. ‘ગુહસ્થોઇ, તમે મારું આમંત્રણ સ્વીરકાર્યું તેને સારુ આભાર માનું છું, ’ એમ કહીને મારે બેસી જવું પડયું !
આ શરમ છેક દક્ષિણ આફ્રિકામાં છૂટી એમ કહેવાય. તદ્દન છૂટી છે એમ તો હજુયે ન કહેવાય. બોલતાં વિચાર તો થાય જ. નવા સમાજમાં બોલતાં સંકોચાઉં. બોલવામાંથી છટકાય તો જરૂર છટકી જાઉં. અને મંડળમાં બેઠો હોઉં તો ખાસ વાત કરી જ શકું અથવા વાત કરવાની ઇચ્છા થાય એવું તો આજે પણ નથી જ.
પણ આવી શરમાળ પ્રકૃતિથી મારી ફજેતી થવા ઉપરાંત મને નુકશાન થયું નથી, ફાયદો થયો છે, એમ હવે જોઇ શકું છું. બોલવાનો સંકોચ મને પ્રથમ દુઃખકર હતો તે હવે સુખકર છે. મોટો ફાયદો તો એ થયો કે, હું શબ્દોની કરકસર શીખ્યોં. મારા વિચારો ઉપર કાબૂ મેળવવાની ટેવ સહેજે પડી. મને હું એવું પ્રમાણપત્ર સહેજે આપી શકું છું કે, મારી જીભ કે કલમમાંથી વિચાર્યા વિના કે માપ્યાવ વિના ભાગ્યેુ જ કોઇ શબ્દુ નીકળે છે. મારા ભાષણ કે લખાણમાંના કોઇ ભાગને સારુ મને શરમ કે પશ્ર્ચાતાપ કરવાપણું છે એવું મને સ્મદરણ નથી, અનેક ભયોમાંથી હું બચી ગયો છું, ને મારો ઘણો વખત બચી ગયો છે એ વળી અદકો લાભ.
અનુભવે મને એ પણ બતાવ્યું� છે કે સત્યુના પૂજારીએ મૌનનું સેવન કરવું ઘટે છે. જાણ્યેઅજાણ્યેન પણ મનુષ્યે ઘણી વેળા અતિશયોકિત કરે છે અથવા જે કહેવા યોગ્યન હોય તે છુપાવે છે કે જુદી રીતે કહે છે. આવાં સંકટોમાંથી બચવાને ખાતર પણ અલ્પવભાષી થવું આવશ્ય ક છે. થોડું બોલનાર વગર વિચારે નહીં બોલે; પોતાના દરેક શબ્દોતને તોળશે. ઘણી વેળા માણસ બોલવાને અધીરો બને છે. ‘મારે પણ બોલવું છે’ એવી ચીઠ્ઠી કયા પ્રમુખને નહીં મળી હોય ? પછી તેને વખત આપવામાં આવ્યોઅ હોય તે તેને સારુ પૂરતો નથી થતો, વધારે બોલવા દેવા માગણી કરે છે, ને છેવટ રજા વિના પણ બોલ્યા કરે છે ! આ બધાના બોલવાથી જગતને લાભ થયેલો ભાગ્યે જ જોવામાં આવે છે. તેટલા વખતનો ક્ષય થયેલો તો સ્પોષ્ટબ જોઇ શકાય છે. એટલે, જોકે આરંભમાં મારું શરમાળપણું મને ડંખતું છતાં તેનું સ્મયરણ મને આનંદ આપે છે. એ શરમાળપણું મારી ઢાલ હતી. તેનાથી મને પરિપકવ થવાનો લાભ મળ્યો. મારી સત્યઆની પૂજામાં મને તેથી સહાય મળી.