ભારતના ચાર ધામ :રામેશ્વર-૪
તમિલનાડુના રામનાથપુરમ નામના જીલ્લામાં રામેશ્વર નામના ટાપુ પર આ પવિત્ર સ્થળ આવેલુ છે ભગવાન રામે તેની સ્થાપના કરેલી હોવાથી તેનું નામ રામેશ્વર પડેલું છે આ દ્વીપ પર પહોંચવા માટે મદ્ભાસથી રેલ્વે અથવા ધોરી માર્ગે તિરુચાલપલ્લી અને મદુરાઈ થઈને દરિયા કિનારે આવેલ મંડપ સુધી ગયા બાદ અહીંથી સમુદ્ભ પર બાંધવામાં આવેલ આઠેક કિ.મી.નો રેલ્વે પુલ ઓળંગ્યા પછી પાપ્બન નામનું રેલ્બે જંકશન આવે છે. અહીંથી એક રેલ્વે લાઈન ઉત્તરમાં રામેશ્વર જાય છે. મદ્ભાસથી રામેશ્વર જાય છે. મદ્ભાસથી રામેશ્વર ૬૬૫ કિ.મી. દુર છે.
રામેશ્વર તમિલનાડુમાં આવેલો એક દ્વીપ છે, જે પહેલાં ભારતમાં આવેલો હતો. પણ દરિયાની લહેરોએ તેને ભારતથી અલગ કરી દીધો. રામેશ્વર જ્યાંથી ભારત સાથે જોડાયેલો હતો ત્યાં આજે એક ખાડી છે. શરૂઆતમાં આ ખાડીને નાવ દ્વારા પાર કરી શકાતી હતી, પછી કૃષ્ણપ્પા નાયકન નામના રાજાએ તેના ઉપર પથ્થરનો એક મોટો પુલ બનાવ્યો હતો, જે બાદમાં દરિયાની લહેરોથી તૂટી ગયો હતો.
જર્મનીના એક એન્જિનિયરની મદદથી ત્યાં રેલનો સુંદર પુલ બનાવાયો. આજે આ જ પુલ ભારત અને રામેશ્વરને જોડે છે.
રામેશ્વર અને રામનાથજીનું સુંદર મંદિર દ્વીપના ઉત્તરી છેડે આવેલું છે. દ્વીપના દક્ષિણ છેડે ધનુષકોટી નામનું તીર્થસ્થળ આવેલું છે, જ્યાં હિંદ મહાસાગર અને બંગાળની ખાડીનો અદ્ભુત સંગમ થાય છે. આ સ્થાનને સેતુબંધ પણ કહેવાય છે.
આ સેતુબંધ માટે એવું કહેવાય છે કે રાજા રામે લંકા ઉપર ચઢાઈ કરવા માટે આ સેતુબંધ બનાવ્યો હતો. અહીં જ તેમણે ધનુષથી ઇશારો કર્યો હતો એટલે તેનું નામ ધનુષકોટી પડયું.
રામેશ્વરથી લગભગ દોઢ મીલ દૂર ઉત્તર-પૂર્વમાં ગંધમાદન પર્વત છે, જ્યાંથી હનુમાનજીએ દરિયાને પાર કરવા માટે છલાંગ લગાવી હતી.
અહીંનું સૌથી મોટું આકર્ષણ રામનાથ સ્વામી મંદિર છે, જે એક જ્યોતિર્લિંગ પણ છે. દેશ અને વિદેશના અનેક પ્રવાસીઓ અહીં આવે છે. અહીંનો દરિયાકિનારો બહુ જ પ્રખ્યાત છે.
શ્રી રામચંદ્ભજી રાવણનો વધ કર્યા બાદ સીતાજીને લઈને પાછા ભારતની ધરતી પર આવીને ગન્ધમાદન પર્વત પર પડાવ નાંખ્યો. અહીં અનેક મુનિવરો સાધના કરી રહ્યા હતાં. તેમને વંદન કરીને શ્રીરામે બ્રહ્મહત્યાના પાપમાંથી મુકિત મેળવવાનો ઉપાય પૂછયો. ત્યારે મુનિવરો કહ્યું કે હે રઘુરાજ આપ શિવલિંગની સ્થાપના કરો અને મહાદેવના આશિર્વાદ પ્રાપ્ત કરો તો જ બ્રહ્મહત્યાના પાપમાંથી મુકિત મળશે.
આથી લંકા પરના આક્રમણ પહેલાં જે સ્થળે શ્રીરામે શિવજીનું રેતીનું શિવલિંગ બનાવીને આશીર્વાદ પ્રાપ્ત કરેલા તે સ્થળે જઈને શ્રીરામે આરાધના શરૂ કરી અને કૈલાસથી શિવલિંગ તથા કાશીથી બનાવીને ઉપાસના શરૂ કરી. કૈલાસપતિ પ્રસન્ન થયા અને જયોતિ સ્વરૂપે સૌને દર્શન આપીને આશીર્વાદ આપ્યા અને સર્વ પ્રકારના પાપમાંથી મુકિત આપી ત્યારબાદ શ્રી રામચંદ્ભજીની પ્રાર્થનાને વશ થઈને ભગવાન શંકર અહીં જયોર્તિલિંગ રૂપે સ્થિત થયા. આમ આમ જયોર્તિલિંગ શ્રીરામના ઈષ્ટદેવ તરીકે રામેશ્વરના નામથી પૂજાય છે.
આ પછી શ્રીરામે હનુમાનજીએ લાવેલા ગંગાજળથી જયોર્તિલિંગ ઉપર અભિષેક કરી પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કર્યો. આથી આજે પણ રામેશ્વર જયોર્તિલિંગ ઉપર ગંગાજળ ચડાવવાનો મહિમા છે. ત્યારબાદ હનુમાનજીએ કૈલાસથી લાવેલ શિવલિંગની સ્થાપના કરીને તેને હનુમહીશ્વર નામ આપીને આદેશ આપ્યો કે સવારે રામેશ્વર જયોર્તિલિંગના પૂજન પહેલાં અવશ્ય હનુમહીશ્વર મહાદેવનું પૂજન કરવું. અને આજે પણ તે મુજબ જ પુજન થાય છે.
અત્યારનું રામેશ્વરનું ભવ્ય મંદિર સત્તરમી સદીના અંતમાં સિલોનનાં (હાલનું શ્રીલંકા) રાજાએ બંધાવ્યું હતું. આ મંદિર હજાર ફૂટ લાંબુ અને છસો પચાસ ફૂટ પહોળું છે. અને ચારે દિશામાં એક એક પ્રવેશદ્વાર છે. જેની ઉપર કલાત્મક ગોપુરમ છે. સિંહદ્વાર પરનો ગોપુરમ આશરે નેવું ફૂટ ઊંચો છે. અહીંથી પ્રવેશતાં જ પ્રસિદ્ધિ પ્રદક્ષિણા માર્ગ આવે છે. જેની લંબાઈ જ ચાર હજાર ફૂટ છે. પ્રમાણમાં મોટા ઓટલા પર રામેશ્વર મંદિર આવેલ છે. તે આશરે સવાસો ફૂટ ઊંચુ છે. જેમાંથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને અમુલ બળનું વરદાન આપ્યું.
આ જયોર્તિલિંગ મોટા અને કાળા પથ્થરનું ઊંચા થાળાવાળું બાણ છે. જે ખરેખર તો રેતીનો ઢગલો છે. અને તેને સોનાનો મુગટ પહેરાવેલો રાખે છે.