ઓખાહરણ-કડવું-૪૯ (રાગ-સિધુડો)
ઓખા અનિરુધ્ધને વિનવે છે
મારા સોરઠીઆ સુજાણ, મળ્યા મને મેલશો મા;
મારા જીવના જીવનપ્રાણ, મળ્યા મને મેલશો મા. (૧)
મારા હૈયા કેરા હાર, મળ્યા મને મેલશો મા;
સાસુડીના જાયા, મળ્યા મને મેલશો મા. (૨)
સ્વપ્ને શીદ ઝાલ્યોતો હાથ, ચાલો તો કાઢુ પ્રાણ;
તમને દાદાજી ની આણ, મળ્યા મને મેલશો મા.(૩)
ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, સાંભળ સુંદરી. (૪)
એ અબળાએ નાખ્યા બોલ, અમશું લડી (૪)
મારા વડવાની વાત, કાઢી જે વઢીઃ
ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી(૫)
કૌભાંડની તે તનયાય, પગની ખાસલડીઃ
ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, હવે હું તને વરું.(૬)
તમે ગાળો દીધી સાર, મારૂં વેર વાળ્યું ખરું;
અંતર થયો આનંદ,મનડુ મારું ર્ઠ્ર્યુ.(૭)
ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી.
તમે બે થયાં છો એક, પરણાવું નહિ. (૮)
પરણવાની પેર, સઘળી મેં લહી;
મને મળીઆ નારદમુન્ય, વિદ્યા શીખવી. (૯)
ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શાની;
પરણાવ માળિયા માંય રાજકુંવરી નાની. (૧૦)