* કુળને ખાતર એકને ત્યજવો,
ગામને ખાતર કુળને ત્યજવું,
દેશને ખાતર ગામને ત્યજવું,
પોતના આત્માને ખાતર પૃથ્વી ત્યજવી.
* વૃક્ષો ફળોના આવવાથી નીચા નમે છે,
વાદળા નવા પાણી ભરાવવાથી ખુબજ નીચ નમી જાય છે,
સત્પુરૂષો સમૃધ્ધિ વડે વિનમ્ર બને છે,
પરોપકારીઓનો આજ સ્વભાવ હોય છે.
* શક્યતાના સૌ પ્રકારો પર લખ્યું મેં નામ ત્હારું,
‘છે નથી’ ના સૌ વિચારો પર લખ્યું મેં નામ ત્હારું.
– નિર્મિશ ઠાકર…..
* હંમેશા બીજાને માફ કરી દેવાનું જ પુરતુ નથી.કયારેય કયારેય પોતાની જાતને પણ માફ કરી કરતાં શીખવું જોઇએ.
* જે વ્યક્તિ તમારા દુઃખમાં સાથ ન આપે તેને તમારા સુખમાં ભાગ લેવાનો કોઈ અધિકાર નથી..
* મિત્ર અને ઓષધીઓ બંને આપણી સહાયતા કરે છે,પરંતુ ઓષધીની એકસપાયરી ડેઇટ હોય છે જયારે મિત્રની એકસપાયરી ડેઇટ હોતી નથી.
* મનુષ્યનું જીવન વિચારોથી જ ચાલે છે જો સારા વિચારો હોય તો જીવન સારું બનશે.જો વિચાર ખરાબ તો જીવન ખરાબ બની જશે…* ઉન્નતિની પરખ કરવાની સાચી રીત છે તુલના. આ તુલના બીજાની સાથે ન કરવી, બલકે તમારા ગઈ કાલના દિવસ સાથે આજના દિવસની કરવી.
* જયારે તમે દુઃખી થાવ છો ત્યારે બીજાઓથી પ્રેમ ઇચ્છો છો.જયારે બીજા દુઃખી થાય છે ત્યારે શું તમે બીજાઓને તમારો પ્રેમ આપો છો?છે ને આશ્ચર્ય !….
* ભગવાને તમને જરુરી બધી વસ્તુઓ નથી આપી, પરંતું જરુરી વસ્તુઓ તો બધી જ આપી છે એટલા માટે ભગવાનનો આભાર જરુર માનજો.
* જયારે આપણે નાની- નાની ચીજો પર ધ્યાન આપીએ છીએ.ત્યારે મહાન ઉન્નતિ થાય છે,પરંતુ મહાન ઉન્નતિ કોઈ નાની ચીજ નથી.એટલા માટે ધ્યાન આપો..* જયારે કોઈ આપણા દિલમાં પ્રવેશ કરે છે,તો દિલ હળવું લાગે છે અને જયારે કોઈ આપણા દિલને છોડી દે ત્યારે ભારે લાગે છે…
* એક નાની યાત્રા પણ તમારા માટે કઠીન બનશે જયારે યાત્રામાં તમે એકલા હશો.એક લાંબી યાત્રા પણ તમારા માટે આસાન બનશે જયારે કોઈ સાથી તમારી સાથે હશે.
* તમારી સમસ્યા બાબતે બીજાઓને ફરિયાદ ન કરશો.મોટાભાગની સમસ્યા તમે જાતે જ ઉભી કરી હોય છે.આત્મ નિરીક્ષણથી તેને દુર કરો.
* \’\’આત્મવિચારનો આધાર લઈને, હું કોણ છું ? એ પ્રશ્નનો પ્રત્યુત્તર પ્રાપ્ત કરો….એટલે મન શાંત થઈ જશે. તમને તેનો પ્રત્યુત્તર (જવાબ) પોતાની મેળે જ મળશે કે-\’\’ તમે કોણ છો ?\’\’
– રમણ મહર્ષિ.
* \’\’ભક્તિ વગર સાચો વૈરાગ્ય હોઈ શકે નહિ, અને ત્યાગ વિના ભક્તિ પણ ન થઈ શકે…એક વિના બીજાની સચ્ચાઈ હોઈ ન શકે.\’\’
– \’નારદ ભક્તિ સૂત્ર\’
* \’\’જ્યાં સુધી માનવ અનિષ્ટનું પડ કાપી ન શકે ત્યાં સુધી-ઈષ્ટના પડ સુધી પહોંચી શકે નહિ…આત્મા સુધી પહોંચવા આ બન્ને પડને પાર કરવાં જોઈએ.\’\’
– સ્વામી વિવેકાનંદ.
* શાંતિથી ક્રોધને, નમ્રતાથી માનને, સરળતાથી માયાને તેમજ
સંતોષથી લોભને જીતવો જોઈએ.
-ભગવાન મહાવીર
*આત્મા કઈ કહે અને બુધ્ધિ સાવ બીજું જ કહે,
એવા સમયે તમે આત્માનું કહ્યું જ કરજો…
-સ્વામી વિવેકાનંદ
* આત્મા બધાનો સરખો છે, બધાના આત્માની શક્તિ એકસરખી છે.
માત્ર કેટલાકની શક્તિ પ્રગટ થઇ છે, બીજાની પ્રગટ થવાની બાકી છે.
-ગાંધીજી.
* જો તમે આજને નષ્ટ કરશો તો સમય એક દિવસ તમને
નષ્ટ કરી દેશે.
-શેક્સપિયર
* દુઃખીને મદદ કરવા લંબાયેલો એક હાથ, પ્રાથના કરવા
જોડાયેલા બે હાથ કરતા વધુ સાર્થક છે.
-સ્વામી વિવેકાનંદ
*બીજા પાસેથી જેવા વહેવારની અપેક્ષા રાખો તેવો જ
વહેવાર તમે બીજા સાથે રાખો.
-બાઈબલ
* દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી..
* કયારેય અને કયાંય વધુ પડતું બોલબોલ કરવું નહી,સામેવાળી વ્યક્તિ વિશે એકદમ અભિપ્રાય ન આપો.
અજ્ઞાત..
* આશા ધૈર્યનો નાશ કરે છે,કાળ સમ્રુધ્ધિનો નાશ કરે છે ક્રોધ લક્ષ્મીનો નાશ કરે છે કોપાયમાન થયેલી કોઈ સજ્જન વ્યક્તિ દેશનો નાશ કરે છે.
વિદુરનીતિ.
* જેની વાતથી તમારું મન અશાંત થઈ જાય તેવી વ્યક્તિ પાસે ન બેસો કે તેવી વ્યક્તિને તમારી પાસે મ બેસાડો.
સ્વામી વિવેકાનંદ
* જીવનમાં દુઃખ આવી પડે ત્યારે રડવું નહી,તેનાથી માર્ગ નીકળતો નથી,પરંતુ હસીને મનને સ્થિર કરી માર્ગ કાઢવો જોઈએ.
અજ્ઞાત..
* સત્યથી ધર્મનું,અભ્યાસથી વિદ્યાનું,સદવર્તનથી કુળનું અને અપારદર્શક વસ્ત્રો પહેરવાથી સ્ત્રીઓનું રક્ષણ થાય છે.
વિદુરનીતિ.
* જેમ બિલાડી દુધને જુએ છે પણ માથે ઉગામાયેલી લાકડીને જોતી નથી તેમ લોભિયો માણસ ધનને જુએ છે પરંતુ આપત્તીને જોતો નથી.
અજ્ઞાત
*જેવી જ તમે પોતાના વિચારધારાની પકડ ગુમાવી,કે ત્યારે જ તમારુ મહત્વ ખતમ થયું.
જવાહરલાલ નહેરુ
*\’તમે અને તમારું\’ એનું નામ જ્ઞાન તથા \’હું અને મારું\’ એનુ નામ અજ્ઞાન
અજ્ઞાત
* કોઈપણ વ્યક્તિ ભલે ગમે તેવી મહાન હોય તિ પણ તેન વખાણ પહેલેથી કરવા નહીં.તે વ્યક્તિને પહેલા સમજો અને પછી જ તેના વિશે બોલો….
અજ્ઞાત..