માલપુઆ
સામગ્રી:
મેંદો દોઢ કપ
ખાંડ ૧ કપ
ટાળવા માટે ઘી જરૂર મુજબ
દૂધ અઢી કપ એલચી જરૂર મુજબ
રીત:
મેંદાને ચારણી થી ચાળી લો.પછી દૂધ નાખી બરાબર મિક્સ કરો.એલચી ના દાણા કૂટી નાંખો ૧ કપ પાણીમાં ખાંડ નાખી ૧ તારની ચાસણી તૈયાર કરો પછી ચાસણી ઠંડી થાય ત્યારે એમાં એલચી ના દાણા નાહી દો.૧ પહોળી કઢાઈમાં ઘી ગરમ કરો પછી એમાં મેંદા નું ઘટ્ટ ખીરું પાથરો ૧ તરફ બદામી રંગ નો તળાઈ જાય ત્યારબાદ પલટાવી દઈ બીજી તરફ શેકો હવે આ તૈયાર માલપુઆ ને ચાસણીમાં નાંખો થોડીવાર પછી પલટાવો ૧ પ્લેટમાં ઝારા વડે કાઢી લો.ગરમાગરમ માલપુઆ પીરશો.