‘ઓમ્ ઐઁ,ર્હીં, કર્લીં ચામુંડાયૈ વિચ્ચૈ’
આ મંત્રના સવા લાખ અથવા પાંચ લાખ જાપ પૂર્ણ કરવાથી પરમ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
‘ઓમ્ દું દુગૉયૈ નમ:’
આ મંત્રના સવા લાખ અથવા પાંચ લાખ જાપ પૂર્ણ કરવાથી મા દુગૉની પૂર્ણ કૃપા થાય છે. જીવનમાં સંપૂર્ણ રક્ષણ મળે છે.
‘ઓમ્ ર્હીં નમ:’
આ મંત્રના સવા લાખ કે પાંચ લાખ જાપ પૂર્ણ કરવાથી પરમ શાંતિની પ્રાપ્તિ સાથે તેજસ્વી વ્યક્તિત્વનો વિકાસ થાય છે. અને મા ભગવતીની પૂર્ણ કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.
‘ઓમ્ ર્શ્રીં, ર્હીં, કર્લીં મહાલક્ષ્મ્યૈ નમ:’
આ મંત્રના એક લાખ જાપ કરવાથી લક્ષ્મીજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે.
‘ઓમ્ ર્હીં, ઐઁ, ર્હીં ઓમ્ સરસ્વત્યૈનમ:’
આ મંત્રના સવા લાખ જાપ પૂર્ણ કરવાથી મા સરસ્વતીજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. (વિદ્યાર્થી મિત્રો માટે આ મંત્ર જાપ શ્રેષ્ઠ ફળદાયી ગણાય છે.)
– ‘સપ્તશ્લોકી દુગૉસ્તક્ષેત્ર’નો પાઠ નવ દિન પયઁત દરરોજ નવ વખત કરવાથી શત્રુઓથી રક્ષણ મળે છે અને સર્વત્ર કાર્યસિદ્ધિ થાય છે.
– મનથી માનેલા પોતાના ગુરુવર્યે આપેલ અન્ય મંત્ર કે મંત્રનું અનુષ્ઠાન પણ ઇચ્છાનુસ્વાર થઇ શકે છે.
– ભગવતી આધ્યશક્તિનાં નામ, રૂપ, ભાવાનુભાવ અનંત છે, રહસ્યમય છે. સ્વયં વેદને પણ આ ગહન વિષયમાં ‘નેતિ, નેતિ’ કહીને મૌન ધારણ કરવું પડ્યું છે. શક્તિ ઉપાસકો આ ‘સર્વવ્યાપી શક્તિ’ને ‘મા’ એવું નામ આપી તેમની ઉપાસના કરે છે.
પૂજન, અર્ચન અને આરાધનાથી પ્રસન્ન થઇ જ્યારે માતૃસ્વરૂપ ‘મા દુગૉ’ મહિષાસુર જેવી આસુરી શક્તિનો ધ્વંસ કરે ત્યારે સમગ્ર વિશ્વમાં સૃષ્ટિ પર સર્વત્ર સુખ-શાંતિ છવાઇ જાય! આસુરી તત્વો જેવાં કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, વેર-ઝેર, કલહ, કુસંપ, વિસંવાદિતા સઘળાનો વિનાશ થાય અને દેશ-દુનિયામાં, માનવજાતિમાં, નિર્મળ અને પવિત્ર ભાવનાની અભિવૃદ્ધિ થાય. ‘વસુધૈવકુટુંબકમ્’ની વિશદ ભાવના સાર્થક થાય આ છે. નવરાત્રિ પર્વની ફલ શ્રુતિ.
આવી મંગળ સિદ્ધિ સૌને પ્રાપ્ત થાય. તે માટે સૌએ નવરાત્રિ વ્રત ભાવપૂર્વક અવશ્ય કરવું જોઇએ. અંતમાં:
રાજરાજેશ્વરી મા ભગવતી ‘આધ્યશક્તિ’ માનવમાત્રનું કલ્યાણ કરી અખિલ વિશ્વને સદાય મંગલમય અને મંગલકારી શુભ આશીર્વાદથી તૃપ્ત રાખે એ જ નવરાત્રિ પર્વની શુભ વંદના.
યા દેવી સર્વભૂતેષુ શાન્તિરૂપેણ સંસ્થિતા |
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ: ॥