શરીરનું વજન અને કામેચ્છા વચ્ચેનો સીધો-આડો સંબંધ

 
શરીરનું વજન અને કામેચ્છા વચ્ચેનો સીધો-આડો સંબંધ
માનવ મન એટલું ચંચળ છે બે ઘડીમાં તો માનવીનું મન વિશ્વનો પ્રવાસ કરી આવે છે. આ વિચારો આપણી સેક્સ લાઈફને મંદ બનાવી દે છે. પરંતુ મોટાભાગે આપણે થોડા સમય માટે આ વિચારોને હડસેલો મારી જિંદગીના પરમ આનંદની તૃપ્તી માણી લઈએ છીએ. કેટલાકં વિચારો એવા છે કે ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ કેંડો મુકતા જ નથી વધુ પડતાં વજનનો વિચાર આપણી કામોત્તેજના પર ઠંડંગાર પાણી રેડી દે છે. સંશોધને સાબિત કર્યું છે અને કેટલીક વાર વ્યક્તિ ગલત સમયે પણ આ વિચારો કરતી હોય છે અને આની સૌથી વધુ અસર તેની જાતીય જિંદગી પર પડે છે.
તમારા મનમાં આ પ્રશ્ન જરૃર ઉદ્ભવશે કે ભલા સેક્સ લાઇફ અને વજનને શો સંબંધ હોઈ શકે છે? વેલ, તો જણાવવાનું કે સ્થૂળ નારીઓની મુલાકાત લેવામાં આવી ત્યારે નીચે પૂછેલા પ્રશ્નોનો જવાબ તેમણે હકારમાં આપ્યો હતો.
* તમારો સાથી લાઈટ ખુલ્લી રાખીને સમાગમ કરવાની ઇચ્છા કરે ત્યારે તમે એનો વિરોધ કરો છો?
* નિર્વસ્ત્ર થયા પછી તરત જ ચાદરની અંદર છૂપાઈ જાવ છો. જેથી કરીને તમારો સાથી તમારા નગ્ન શરીરને જુએ એનો તમને ડર લાગે છે ખરો?
* સંભોગ ટાળવા માટે તમે ઊંઘનું કે માથાના દુઃખાવાનું બહાનું કરો છો. કારણ કે તમને તમારા દેખાવ પ્રત્યે સંતોષ નથી?
આ બતાવી આપે છે કે વધુ પડતું વજન સેક્સની ભૂખ મંદ પાડી દે છે. અમેરિકામાં થયેલા એક સર્વેક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું કે પોતાના શરીર પ્રત્યે હકારાત્મક વલણ ધરાવતી સ્ત્રીઓને સેંકડે ૭૩ વાર પરાકાષ્ઠાનો અનુભવ થયો હતો. તેની સરખામણીમાં પોતાના શરીર બદલ અસંતોષ ધરાવતી સ્ત્રીઓએ ૪૨ વાર ઓર્ગેઝમનો અનુભવ કર્યો હતો.
આપણે આપણી જાતને આટલા કડક માપદંડથી મુલવીએ છીએ એ પાછળનું એક કારણ આપણો સમાજ છે. આપણને એ શીખવવામાં આવે છે કે પ્રેમ સંપાદન કરવા માટે આપણું શરીર નક્કી કરેલા માપદંડમાં બંધ બેસતું હોવું જરૃરી છે. જ્યારે પુરુષોની પસંદગી તેમની સફળતા જોઈને કરવામાં આવે છે. આથી સેક્સની ચોક્કસ વ્યાખ્યા આપણા મગજમાં એવી ઘર કરી ગઈ છે કે એનાથી તસુભરનો પણ ફેરફાર આપણું મન સહન કરી શકતું નથી અને આનો પડઘો આપણી લાગણીઓ પર પડયા વિના રહેતો નથી અને આમાં પ્રચાર માધ્યમોએ સર્જેલી સેક્સીની ઇમેજ બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. આનો અર્થ એ થઈ શકે છે કે આપણે આપણા ફીગર અંગે એટલી હદે ચિંતિત રહીએ છીએ કે કેટલીકવાર આપણા શરીરમાં ઉત્પન્ન થતા શારીરિક રોમાંચો પ્રત્યે પણ બેપરવા બની જઈએ છીએ. સ્ત્રીઓ હંમેશાં બાહ્ય સૌંદર્યને એટલું મહત્ત્વ આપે છે એને કારણે તેઓ મુક્ત મને સમાગમનો આનંદ પણ અનુભવી શકતી નથી. તેમજ તેની આંતરીક શક્તિઓ પણ ગૌણ બની જાય છે.
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીએ ૩૨ સ્થૂળ સ્ત્રી-પુરુષો પર એક પ્રયોગ કર્યો હતો. આ બધા સ્ત્રી પુરુષો પાસે વજન ઉતારવાનો કાર્યક્રમ શરૃ કરાવ્યો હતો. આઠ સપ્તાહ બાદ તેમના વજનમાં ખાસ્સો એવો તફાવત નોંધાયો હતો. આ પછી તેમણે કબૂલ કર્યું હતું કે તેમનું શરીર ઉતરી જવાથી તેમને ઘણો સંતોષ થયો હતો. જેની અસર તેમની સેક્સ લાઇફ પર પણ પડી હતી.
મોટેભાગે સ્થૂળ વ્યક્તિ પોતે આકર્ષક નથી એ અનુભવે છે કે તેનો અંતરાત્મા પણ આ વાતે દુઃખી થતો હોય છે. પુરુષોમાં મેદ એ નપુંસકતાનું એક કારણ હોઈ શકે છે. એજ પ્રમાણે સ્ત્રીઓમાં સ્થળૂતા સેક્સ પ્રત્યે ઘૃણા જગાડે છે. આ ઉપરાંત વધુ પડતા સેક્સને કારણે સ્થૂળ વ્યક્તિ હૃદયરોગનો શિકાર બને છે. એટલું જ નહીં પરંતુ મેદસ્વી વ્યક્તિઓના આત્મવિશ્વાસમાં પણ કમી આવે છે.
સેક્સ થેરાપીસ્ટ એ વાત સાથે સંમત થાય છે કે સેક્સ લાઇફના સંતોષજનક ઉપયોગ માટે આત્મવિશ્વાસ મહત્ત્વની ચાવી છે.
૩૨ વર્ષની શીલાનો દાખલો લઈએ તો બે સુવાવડ પછી શીલાનું શરીર ખૂબજ ફૂલી ગયું હતું. આને કારણે તેનો આત્મવિશ્વાસ તો ઘટી ગયો સાથે સાથે સેક્સ અંગે પણ તેનામાં નિરસ્તા આવી ગઈ પોતાની જાતને આરસીમાં જોતા જ તે શરમથી પાણી-પાણી થઈ જતી. રસ્તામાં ચાલતા ચાલતા કોઈ મારી મજાક તો નહીં કરતું હોય એવી હીન ભાવના તેના મગજમાંથી જતી નહીં. તેના પતિનો પણ તેનામાં રસ ઓછો થઈ ગયો હોવાનું તેણે અનુભવ્યું. છેવટે તેણે વજન ઉતારવાનું નક્કી કર્યું ને છ મહિનાની અંદર તેનું વજન ઘણું ઓછું થઈ ગયું. આને કારણે તેનો આત્મવિશ્વાસ વધ્યો ઉપરથી સેક્સ લાઇફ પણ વધુ એક્ટિવ બની.
સ્ત્રીઓના આ અભિગમ માટે પુરુષોને દોષ આપવો પણ યોગ્ય નથી. આપણે ધારીએ છીએ એટલા પુરુષો આપણા વજન પ્રત્યે ટીકા કરતા નથી. એક સર્વેક્ષણમાં ૪૩ સ્ત્રીઓએ જણાવ્યું હતું કે તેઓ વધુ સ્લીમ હોત તો તેમના પતિનું તેમના પ્રત્યેનું આકર્ષણ હજુ વધારે હોત. જ્યારે સામે પક્ષે પુરુષોને મન આ બાબત ગૌણ હતી. લંડનના મનોચિકિત્સક ડો. માર્ક શેર્ફાતી કહે છે, \’સ્ત્રીઓ એમ માને છે કે સડપાતળ દેહમાં જ આકર્ષણ રહેલું છે પરંતુ હકીકતમાં પરફેક્ટ વજન અને ફીગર પ્રત્યેનું આપણું વળગણ જ કામાવેગ ઠંડો કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે.\’
૩૦ વર્ષનો પરાગ કહે છે, \’\’પાતળી સ્ત્રીઓને જાડા થવું હોય છે અને સ્થૂળ સ્ત્રીઓ સડપાતળ દેહ ઝંખે છે. પરંતુ મને સ્ત્રીના વજન સાથે કોઈ નિસ્બત નથી. બેડરૃમનો મહત્ત્વનો સમય આવા ક્ષુલ્લક કારણોમાં પસાર કરવામાં મને જરા પણ રસ નથી. મારા શૈયા સાથીનું વજન મારે માટે ગૌણ છે. મારે માટે જાતીય પરિતૃપ્તી વધુ અગત્યની છે.\’
સેક્સનો ખરો આનંદ તો આત્મવિશ્વાસમાં જ છે. હું જેવી છું એવી જ મને સ્વીકારવી પડશે અને એ પ્રકારનો આત્મવિશ્વાસ સેક્સ પ્રત્યે વધુ રસ ઉત્પન્ન કરશે. પોતાની જાત પર પ્રેમ કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થશે અને આ બાબત તમારા જાતીય જીવનમાં અગત્યનો ભાગ ભજવશે.
મીરા એક એવી સ્ત્રી છે જેણે મેદ સામેનું યુદ્ધ સફળતાથી જીત્યું છે. સમતોલ આહાર અને વ્યાયામ દ્વારા તેમણે તેનું વજન ઘટાડી સેક્સ લાઇફ સંતોષજનક બનાવી છે. \’મારી ઉંચાઈ ૫\’-૩\’ છે અને એક સમયે મારું વજન ૮૦ કિલો હતુ.ં લગ્ન પછી મને ગર્ભ રહેતો નહોતો. ડોક્ટરોના રિપોર્ટમાં બધું નોર્મલ હતું. તેમણે માત્ર વજન ઘટાડવાની સલાહ આપી. વજન ઘટાડયા પછી મને ગર્ભ રહ્યો અને આજે મારો પુત્ર બે વર્ષનો છે. મારું શરીર મેદસ્વી હતું ત્યારે મને સમાગમની ઇચ્છા થતી નહીં. હું એટલી થાકી જતી કે પથારીમાં પડતાં જ સૂઈ જતી અને હાથ-પગ હલાવવા માટે પડતી તકલીફ પણ સેક્સનો આનંદ ઓછો કરી નાખતી. પરંતુ વજન ઉતાર્યા પછી કામેચ્છા ખૂબ જ વધી છે અને સેક્સની ખરી મસ્તી મને ત્યાર બાદ જ માણવા મળી.\’
તમને તમારી સેક્સલાઈફ કંટાળાજનક લાગતી હોય અને શરીર પર જામેલા મેદના થર તે માટે જવાબદાર લાગતા હોય તો મન મક્કમ કરી એ દૂર કરવા કટીબદ્ધ થઈ જાવ. પૌષ્ટિક અને સમતોલ આહાર ખાવ નિયમિત વ્યાયામ કરો અને આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય એવા વિચારો કરો. આ ત્રિપાંખિયા કાર્યક્રમ પછી સેક્સ વધુને વધુ ઉન્માદમય બનશે એ વાતમાં શંકાને સ્થાન નથી.

સ્થૂળતાની સેક્સલાઇફ પર પડતી અસર
એ એક હકીકત છે કે સુથળતા દરેક વ્યક્તિની સેક્સ લાઇફમાં અવરોધકર્તા બની નથી. પરંતુ મેદને કારણે ઉત્પન્ન થયેલી સમસ્યાને કારણે સેક્સ લાઇફ પર અસર પડે છે.

શારીરિક સમસ્યા
* સ્થૂળતાને કારણે ઘણી સમસ્યા સર્જાય છે. દા.ત. કૃશ દેહ ધરાવતી વ્યક્તિ કરતા મેદસ્વી વ્યક્તિને ડાયાબિટિસ થવાની શક્યતા વધુ છે. આની પાછળ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવામાં થતો ફેરફાર કારણભૂત છે. આનો સંબંધ સેક્સ્યુઅલ સમસ્યામાં વધારો કરે છે. આને કારણે સ્થૂળ વ્યક્તિઓને ગ્લુકોઝ ક્ષમતા (ટોલરન્સ) ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે.
* સ્થૂળતાને કારણે હાયપર ટેન્શનની શક્યતા છે. આ માટે લેવાતી એન્ટિહાઇપર ટેન્સિવ ડ્રગ પણ કામાવેગ પર અસર કરે છે.
* વધુ પડતા વજનને કારણે સાંધામાં તકલીફ થવાને કારણે સંભોગ વખતે પગને જોઈતી પરિસ્થિતિમાં લાવવાની તકલીફ પડવાથી સમસ્યા સર્જાય છે.

માનસિક સમસ્યા
* મોટાભાગની સ્થૂળ વ્યક્તિઓ પોતાની કાયા અંગે ખૂબ જ ચિંતિત હોય છે. આને કારણે તેમનો આત્મવિશ્વાસ ઘટે છે અને પોતાની જાતને કુરૃપ, આકર્ષણ વિનાની માનવા લાગે છે.
*પોતાના ફીગર પ્રત્યેની વધુ પડતી ચિંતાને કારણે તેઓ ડિપ્રેશનમાં સરી પડે છે.
* આત્મવિશ્વાસના અભાવને કારણે જે વ્યક્તિ સામે આવે તેની સાથે પરણી જાય છે. પછી ભલે તે વ્યક્તિમાં અમુક ગુણોનો અભાવ હોય. \’મને કોઈ મળશે નહીં.\’ એમ માની તે બીજા પુરુષની રાહ જોવાનું જોખમ ખેડવા માગતી નથી.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors