સાંધાના દુખાવાની તકલીફમાં અપનાવો આ ટિપ્સ.
નોકરી કરતા હોય અને તેમાં પણ ૮-૧૦ કલાક કમ્પ્યૂટરની સામે બેસીને કામ કરવાનું હોય તો, કમર અને સાંધાની ઘણી જીવલેણ બિમારીઓ થવાની શક્યતા હોય છે. તમારા હાથમાં, ખભામાં કે કમરમાં ક્યાંય પણ દુખાવો થતો હોય તો, સમજી લો કે, બિમારીનાં એંધાણ શરૂ થઈ ગયાં છે. બેસવાની યોગ્ય રીતે ના હોય, ખુરશી બરાબર ના હોય કે કામ કરવાની ખોટી ઢબના કારણે ખભાની અને ખબરની તકલીફ થઈ શકે છે.
૧. તમારી નોકરી નવી-નવી છે અને તમને કમ્પ્યૂટર સામે કામ કરવાની આદત નથી તો, શરૂવાતથી જ બેસવાની યોગ્ય સ્ટાઇલ શીખી લેવી જરૂરી છે. આ માટે ખુરશીમાં હંમેશાં ટટ્ટાર બેસવાની આદત પાડવાની. પીઠ અને ખભાને હંમેશાં સીધા રાખવા. તમારા નિતંબ ખુરશીને અડેલા હોવા જોઇએ.
૨. પીઠને સપોર્ટ આપે તેવો પોચો તકીયો કે રૂમાલ મૂકવાનો રાખો, જેથી પીઠ હંમેશાં સીધી રહે. ખુરશી પર હંમેશાં પાછળની તરફ ચોંટીને બેસવું. વચ્ચે વચ્ચે પીઠને એકદમ સીધી કરી પકડી રાખો અને પછી રિલેક્સ થઈ જાઓ.
૩. કમ્પ્યૂટરની સ્ક્રિનથી હંમેશાં એક હાથના અંતરે જ બેસવું. ઘુંટણને પણ યોગ્ય એન્ગલમાં જ વાળવા અને બને ત્યાં સુધી ક્યારેય ઘુંટણને ક્રોસ કરીને ના બેસવું. પગને જમીન પર સીધા રાખવા અને આંખને સ્ક્રિનની બરાબર મધ્યમાં રાખવી, તેનાથી ઉપર કે નીચે ના બેસવું.
૪. કમ્પ્યૂટર પર કામ કરતી વખતે વચ્ચે-વચ્ચે બ્રેક લેવો પણ જરૂરી છે. સતત ૩૦ મિનિટથી વધુ એક જ પોઝિશનમાં ના બેસવું. સતત લાંબા સમય સુધી કમ્પ્યૂટર સામે બેસી રહેવાનું થાય તો પછી ગળાની કેટલીક સરળ કસરતો કરવાની ના ભૂલવી.૫. સતત કમ્પ્યૂટર સામે બેસી રહેવા વાળી નોકરી હોય તો, દર અડધા કલાકે જરૂર ઊભા થવાનું રાખો. આ સમય દરમિયાન તમે પાણી પીવા જઈ શકો છો, વૉશરૂમ જઈ શકો છો કે પછી એમ જ આંટો મારવા પણ જઈ શકો છો.