ખરો મૂર્ખ મનુષ્ય કોણ છે ?
* જે બીજનો બગડેલો છે.જે જાણતો હોવા છતા માનતો નથી તે.
* જે પોતે પોતાને જાણતો નથી.
* જે માત્ર શરીરની આળપંપાર કર્યા કરે છે.
* બે વ્યક્તિ વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં માથુ મારે છે.
* પોતાને બુધ્ધિમાન અને અન્યને ઓછી બુધ્ધિના ગણે છે.
* કંચનસમા મનુષ્ય-જન્મને કથીરસમો ગણી વેડફી નાખે છે.
* જે સવળું છે તેને અવળું જુએ છે.
મૂઢ મનુષ્ય કોને કહેવો ?
* જે વિષયોમાં વિશેષપણે ડુબેલો છે.
* જે પોતાના ત્રાજવે સૌને તોલે છે,
* જે અજ્ઞાની હોવા છતાં પોતાને જ્ઞાની માને છે.
* જેનામાં અજ્ઞાન અને અહંકારનું સંયોજન થયું છે.
* પોતે જે ડાળી પર બેઠો છે તેને કાપે,
* ભગવતગીતા અનુસાર
– વ્યર્થ આશા રાખનાર.
– વ્યર્થ કર્મ કરનાર.
– વ્યર્થ જ્ઞાનને વળગી રહેનાર.
– જે આશા કદી ફળીભુત ન થાય તેવી હોય તે વ્યર્થ આશા.
– જે કર્મમાંથી આનંદ ન જન્મતો હોય તે યર્થ કર્મ.
– જે જ્ઞાનથી આપણામાં શુભ ફેરફાર ન થાય તે વુથા જ્ઞાન.
કપટી મનુષ્ય કોને કહેવો ?
* બાહ્ય દેખાવ ઉજળો,પણ કર્મ કાળા.
* બતાવવાનું જુદુ અને કરવાનું જુદું અથવા કહે કંઇ ને કરે કાંઈ.
શઠ મનુષ્ય કોને કહેવો?
* જે બીજનો સારો છે પણ કુસંગથી બગડેલો છે.
* કુસંગથી બગડેલો હોવા છતા સત્સંગ મળતા સુધરી જાય છે.
બે માનવીના સાચા મિલનમાં બાધારુપ બનનારાં પરિબળો કયા છે ?
* અહંકાર ભુજાઓ ફેલાવીને વચ્ચે ઉભો છે.
* સ્વાર્થ દિવાલની ગરજ સારે છે.
* ક્રોધ અને લોભ આડખીલી રુપ છે.
* અવિવેક સામી વ્યક્તિને ખીલવા દેતો નથી.
* નમ્રતાનો અભાવ બંધ બારણાનું કામ કરે છે.
* વિશ્વાસનો અભાવ.
મનુષ્યમાં વિશ્વાસનો અભાવ છે એ શી રીતે નક્કી કરી શકાય?
* વર્તમાન અને ભવિષ્યકાળની ચિંતા રહેતી હોય તેના પરથી.
મનુષ્ય શેની પકડમાથી સત્વરે છૂટી શકતો નથી?
* અવિધાની પકડમાથી.
* દશ્ય વિભાગની અને દેહાધ્યાસની.
* ઇન્દ્રિયોની.
* મનની અને બુધ્ધિની.