મનુષ્યને તૃષ્ણા દોરી રહી છે કે પરમશક્તિ તેની શી રીતે જાણ થાય?
* તૃષ્ણા દોરી રહી હોય ત્યારે સ્વાર્થ જન્ય વાસનાઓ પ્રદીપ્ત થાય આશક્તિની માત્રા વધે;આસુરી ગુણો વર્ધમાન થાય ઇન્દ્રિયો સક્રિય બને.
* પરમશક્તિ દોરતી હોય ત્યારે વાસનાઓનો ક્ષય થાય,ાનાશક્તિ સ્થિર રહે;દૈવી ગુણોનો ઉદય થાય; આનંદ માટે ઇન્દ્રિયોનો આશ્રય ન લેવો પડે.