દસ પ્રકારના ચાંડાલ
ઓખાહરણ-કડવું-૧૩
ચંડાળ તો કોઇ એક નથી રાય ! દશ વિધના કહેવાય;
પહેલો ચંડાળ તેને કહીએ, નદી ઊતરી નવ નહાય.
બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય;
ત્રીજો ચંડાળ જેને કહીએ, દૂભે માતા પિતાય.
ચોથો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર;
પાંચમો ચંડાળ તેને કહીએ, પરદારા શું ખાય.
છઠ્ઠો ચંડાળ તેને કહીએ, હરે પારકું ધન;
સાતમો ચંડાળ તેને કહીએ, નહિ તનયા કે તન.
આઠમો-નવમો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર;
દશમો ચંડાળ તેને કહીએ,જે કરમે ચંડાળ.