રૂપ સાથે ગુણ જરૂરી છે.
ઓખાહરણ-કડવું-૯ (રાગ:આશાવરી)
રૂપગુણને વાદ પાડ્યા, ચાલ્યા રાજદ્વાર;
ગુણને આપ્યા બેસણાં, પછી રૂપને કર્યા જુહાર.
રૂપ તો આપ્યાં શિવે નાગરાં, કોઇ જોગી અબધુત;
ચતુરાઈ દીધી જે ચારણાં, વળી કોઇ રજપુત.
પુન્ય વિના ધન કયા કામકો, ઉદક વિણ કુંભ;
એ દો વસ્તુ કછુ ન કામકી, જેમ ગુણ વિના રૂપ.
સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર;
રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વિણ છે ભાર.