બે હાથ જોડીને પ્રણામ કરવાનું કારણ શુ હોઈ શકે ?
* બે હાથ દ્રેત સુચવે છે ભેગા થાય ત્યારે અદ્રેતનો સંકેત સુચવે છે.અને સર્વેમાં તે અદ્રેત તત્વ જ રહેલું છે તેનું સ્મરણ કરાવે છે.
* બે હાથ જોડાય ત્યારે અદ્રેત સ્થિતિ પ્રાપ્ત કરવાની છે તેનું સ્મરણ થાય છે.અથવા બે હાથ ભેગા થઈ અદ્રેતના મહિમાનો સ્વીકાર કરે છે.
* દ્રેતમાં અહંની હાજરી છે બે હાથ ભેગા થઈ વ્યક્તિને કે મુર્તિને પ્રણામ કરે છે.ત્યારે અહં ઓગળવાની શરૂઆત થાય છે અથવા નમ્રતાનો પ્રારંભ થાય છે.