ઓખાહરણ-કડવું-૨-3

શુકદેવજી ઓખાહરણની કથા કહે છે
ઓખાહરણ/કડવું-૨              (રાગ:કેદારો)

હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદારથ પામું;
વામું  રે, દુઃખ સકળ કુળીવર તણાં રે.

(રાગ:ઢાળ)

દુઃખ સકળ વામું કલેવરના, સુણતાં પાતક જાય;
ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મૂકાય.

તાવ, તરીઓ એકાંતરીઓ, ન ચઢે તેની કાય;
ભૂતનો ભણકારો તેને, ન આવે સ્વપ્નામાંય.

પરીક્ષિત પૂછે કહોને શુકજી, ઓખાનો મહિમાય;
કોણ રીતે થયો, ઓખા અનિરુદ્ધનો વિવાહ.

પ્રથમથી તે નવમે સુધી, કહ્યા મને નવ સ્કંધ;
હવે દશમની કહો કથા, જેમ ઉપજે આનંદ.

હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ;
પ્રથમ મારી પુતના ને, પછી પછાડ્યો કંસ.

પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી;
સોળ સહસ્ત્રશત રાણી તેમાં, અષ્ટ કરી પટરાણી.

તેમાં વડાં જે રુક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન;
પ્રદ્યુમનના અનિરુદ્ધિ કહિએ, કર્મ કથા પાવન.

આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન;
મરીચીના સુત કશ્યપ કહીએ, હિરણ્યકશ્યપ રાજન.

વિષ્ણુભક્ત પ્રહલાદ તેને, વહાલા શ્રીભગવંત;
પ્રહલાદનો સુત વિરોચન, બળીરાય તેનો તન.

બળિતણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન;
એક સમે ગુરુ શુક્ર આવ્યા, ત્યારે બોલ્યો વચન.

અહો ગુરુજી, અહો ગુરુજી, કહોને તપમહિમાય;
શુક્ર વાણી બોલિયા, તું સાંભળને જગરાય.

ત્રણ લોકમાં ભોળા શંભુ, આપશે વરદાન;
મધુવનમાં જઇ તપ કરો, આરાધો શિવ ભગવાન રે.

બાણાસુરનું તપ-શિવે આપેલ વરદાન
ઓખાહરણ/કડવું-૩                          (રાગ:ઢાળ)

રાય તપ કરવાને જાય રે, એ તો આવ્યો મધુવનમાંય રે;
કીધું રાયે નિરમળ જળે  સ્નાન રે, ધરિયું શિવજી કેરું ધ્યાન રે. (૧)

રાય બેઠો છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા ઝાલી રે;
માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોયે આરાધે શિવ ભગવાન રે. (૨)

રુધિર માંસ સુકાઇ ગયું રે, શરીર સુકાં કાષ્ટવત સમ થયું રે;
મહાતપીઓ કેમે નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. (૩)

વળતી બોલ્યા શંકરરાય રે, તમે સાંભળો ઉમિયાય રે;
એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. (૪)

કોણ કહીએ જેના બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે;
તમે કહો તો વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. (૫)

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors