અસ્માકં તુ વિશિષ્ટા યે તાન્નિબોધ દ્વિજોત્તમ |
નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન્બ્રવીમિ તે ||૭||
ગુજરાતી ભાષાંતરઃ હે દ્રિજશ્રેષ્ટ! હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો.આપની જાણ કાતર મારી સેનામા જે જે સેનાપતિઓ છે તેનાં નામ હું આપને કહું છું.
ભવાન્ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ |
અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ ||૮||
ગુજરાતી ભાષાંતરઃ આપ સ્વયં, ભીષ્મ પિતામહ,તથા કર્ણ,સંગ્રામવિજયી કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા,વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા-||૮||
અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ |
નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદા: ||૯||
ગુજરાતી ભાષાંતરઃઆ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ધણા શૂરવીરો અનેક પ્રકારનાં શસ્ત્રાસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વે યુધ્ધમાં નિપુણ છે.||૯||
અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતમ |
પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતમ ||૧૦||
ગુજરાતી ભાષાંતરઃ ભિષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજેય છે,જયારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે.||૧૦||
અયનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતાઃ |
ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવન્તઃ સર્વ એવ હિ ||૧૧||
ગુજરાતી ભાષાંતરઃ આથી બધા વ્યુહકારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે સજાગ રહીને ભીષ્મપિતામહનું જ બધી બાજુથી રક્ષણ કરો.||૧૧||
તસ્ય સંજનયન્હર્ષં કુરુવૃદ્ધઃ પિતામહઃ |
સિંહનાદં વિનદ્યોચ્ચૈઃ શઙ્ખં દધ્મૌ પ્રતાપવાન્ ||૧૨||
ગુજરાતી ભાષાંતરઃ કોરવોમાં વુધ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીમે તે દુર્યોધનના હ્રદયમાં હરખ જન્માવતાં જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડયો.||૧૨||