*જીંદગીને કોઈપણ જાતની શર્ત વગર પ્રેમ કરો.
*કોઈપણ બનાવ એ બનાવના કારણે આવનારા પરિણામની કલ્પના વધારે ભયંકર હોય છે માટે ખોટી કલ્પના કરવી નહિ.
*સારા વિચારને અમલમાં મુકવા રાહ ન જોવી અને ખરાબ વિચારને અમલમાં મુકવા ઉતાવળ ન કરવી.
*જીવનમાં જેટલી બને તેટલી ચાલાકી ઓછી કરવી પઈ જોજો ઉપરવાળાની મહેરબાની તમારી ઉપર કેવી રહેશે,
*કરેલા કર્મનું ફળ અવશ્ય મળે છે માટે દુઃખ આવે ત્યારે પ્રભુ પાસે માફી નહિ પણ સદબુધ્ધિ અને સહનશક્તિ માગો.
* પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશા વાહક. દયાનંદ સરસ્વતી.
* દરરોજ ઇશ્વરની પ્રાર્થના કરવાથી અંતઃકરણ પવિત્ર બને છે.
સ્વામી રામતીર્થ.
* પ્રાર્થના ધર્મનો સ્તંભ અને સ્વર્ગની ચાવી છે. મુહમ્મદ સાહે
* પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શકિતઓને જગાડનાર દૈવી બળ છે.
મહાભારત
* નમ્રતા અભિમાનને ઓગાળી નાખે છે,વિષ્ણુ પુરાણ
* મહાન વ્યકિતનું મુખ્ય લક્ષણ તેની નમ્રતા છે -રસ્કિન
* મહાન વ્યકિતને નમ્રતાને પોતાનો પાયો બનાવવો જોઇએ-લાઓઝે
* નમ્રતા તમામ સદગુણોનો સુંદર પાયો છે -કોન્ફયુશિયસ
* જેમ સૂર્ય સ્વયં ધરધરમાં પ્રકાશ ફેલાવે છે તે રીતે સજજનો કહ્યા વિના જ બીજાની આશા પૂરી કરે છે.કાલીદાસ
સમર્પણ વિના પ્રાપ્તિ નથી.