સરગવાનું અથાણૂ
સામગ્રીઃ
સરગવો -૫૦૦ ગ્રામ
ચણાની દાળ્-૫૦ ગ્રામ
અડદની દાળ્-૫૦ ગ્રામ
જીરું-૫૦ ગ્રામ
લસણ્-૧૦૦ ગ્રામ
મરચુ-૧૦૦ ગ્રામ
મીઠું-સ્વાદ મુજબ
તેલ-૨૦૦ ગ્રામ
આંબલી – ૨૦૦ ગ્રામ
રાઈ-૫૦ ગ્રામ્
હળદર-૨ ચમચી
લીમડો- ૧૦-૨૦ પાન
રીતઃ
સરગવાને સાફ કરી તેના લાંબા કટકા કરો.તેની અંદર મીઠુ અને હળદર મિકસ કરીને બે દિવસ માટે ઢાંકીને મુકી રાખો.ત્રીજા દિવસે સરગવાનું પાણી નિતારી લો. નિતારેલા પાણીમાં આંબલી પલાળી દ્યો.બાકી વધેલા મીઠુ,મરચુ અનએ આંબલીને મિકસરમાં પીસી નાખો.તેલને ગરમ કરો.તેમા ચણાની દાળ્,અડદની દાળ્,રાઈ,જીરું,લીમડાનો વધાર કરો.તેને નીચે ઉતારી લો.તેને ઠરવા મુકો ઠરી ગયા પછી તેમાં લસણની પેસ્ટ નાખો બરાબર હલાવી નાખો.ત્યાર બાદ તેમાં સરગવાના ટુકડા નાખો.તેને બે દિવસમાટે મુકી રાખો.ત્યાર બાદ તેને ઉપયોગમાં લઈ શકો છો.