ઓલપાડ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ઓલપાડ આ તાલુકાનું મુખ્ય મથક છે.
ઓલપાડ જિલ્લા મથક સુરતથી કીમ જતા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલું છે. આ ઉપરાંત ઓલપાડ હાંસોટ અને અંકલેશ્વર સાથે પણ રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે.
ઓલપાડ તાલુકાનું ભૌગોલીક સ્થાન અક્ષાંશ ર૧.૦ થી અક્ષાંશ ર૧.ર૩ રેખાંશ ૭ર.૩૮ થી ૭૪.ર૩ છે. ઓલપાડ તાલુકામાં ૧૦પ જેટલા ગામો આવેલાં છે. આ તાલુકામાં સરેરાશ અક્ષરજ્ઞાન ૭૩.૩૧ ટકા જેટલું છે. ઓલપાડ તાલુકાની મુખ્ય નદીઓમાં કીમ નદી, સેનાખાડી નદીઓનો સમાવેશ થાય છે.