જંબુસર દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું મુખ્યમથક છે. અહીંથી કાવી, ભરૂચ તથા બોરસદને જોડતો મુખ્ય રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે. વળી વડોદરા, પાદરા, પાલેજ, ભરૂચ, દહેજ સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા જંબુસર જોડાયેલું છે.
અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે, જે પૈકી મુખ્ય ખેતી કપાસની થાય છે. જંબુસર તાલુકાનાં કંબોઇ ગામમાં પ્રખ્યાત યાત્રાધામ સ્તંભેશ્વર મહાદેવ આવેલું છે. આ ઊપરાંત જંબુસરથી ૨ કિ.મી.નાં અંતરે ભાણખેતર તથા ડાભા ગામમાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની બેઠક આવેલી છે જે પ્રસિધ્ધ વૈષ્ણવ યાત્રાધામ છે.