આ શહેર મુંબઇથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમજ રેલ્વે માર્ગ પર આવેલું છે. વળી રાજપીપળા, હાંસોટ, વાલિયા, માંગરોળ, ડેડીયાપાડા, ઝઘડીયા, ભરૂચ સાથે રાજ્યમાર્ગે અંકલેશ્વર જોડાયેલ છે. અહીંથી અંહીથી અંકલેશ્વર-ઝઘડીયા–રાજપીપળા તેમ જ અંકલેશ્વર-ઝઘડીયા–નેત્રંગ એમ બે જગ્યા પર નેરોગેજ રેલ્વે માર્ગ આઝાદી પહેલાંના સમયથી અસ્તિત્વ ધરાવે છે.
અહીં એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે. આ ઉપરાંત અહીંના લોકો મુખ્યત્વે વ્યવસાયમાં ખેતી અને પશુપાલન કરે છે, જે પૈકી મુખ્ય ખેતી શેરડી, ડાંગર તેમ જ કપાસની થાય છે.