આણંદ શહેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાનું તેમ જ આણંદ તાલુકાનું મુખ્ય મથક છે. આણંદને \”દૂધ અને તેના ઉત્પાદનનું મુખ્ય મથક\” પણ કહેવામાં આવે છે. અમૂલ ડેરી અને \”દૂધની ક્રાંતિ\” માટે જાણીતું આણંદ, National Dairy Development Board (NDDB) ની યજમાન ભૂમિ છે. અહિ \”આણંદ કૃષિ યુનિવર્સિટી\” પણ આવેલી છે.
આણંદ શહેર એ અમદાવાદ અને વડોદરાને જોડતી રેલ્વે લાઇન પર આવે છે. આણંદ ખાતે Indian Institute of Rural Management (IRMA) પણ આવેલી છે.