ગઢડા ગુજરાતનાં ભાવનગર જિલ્લાનું શહેર છે જે ગઢડા તાલુકાનું મુખ્ય મથક પણ છે. ગઢડા ઘેલો નદીના તીરે વસેલું છે. વાહનવ્યવહારની દૃષ્ટિએ ગુજરાતનાં મોટાભાગના શહેરો સાથે તે સડક માર્ગે સારી રીતે સંકળાયેલું છે, પરંતુ અહીં રેલ્વે સ્ટેશન નથી કે નથી તો ત્યાં નજીકથી કોઇ રેલ્વે લાઇન પસાર થતી. રેલ માર્ગે ગઢડા પહોંચવા માટે અમદાવાદ–ભાવનગર ટ્રેક પર આવેલા બોટાદ સ્ટેશને ઉતરીને ત્યાંથી બસ પકડવી પડે છે. ગઢડામાં રેલ્વેલાઇન નજીકમા નિંગાળા અને ઢસામાં છે.