ચોવીસ ગાયત્રી
ગાયત્રીના ૨૪ અક્ષરો ખરેખર ૨૪ બીજ શક્તિઓ છે-પૃથ્વી,પાણી,તેજ,વાયુ અને આકાશ એ પાંચ તત્ત્વો તો મુખ્ય ચે જ.પરંતુ એ સિવાયનાં બીજા ૨૪ તત્ત્વોનું વર્ણન સાંખ્યદર્શનમાં આવી છે,તેનું જ નામ ગાયત્રી છે.
ગાયત્રીના ૨૪ અક્ષરો ૨૪ માતૃકાઓની મહાશક્તિઓનાં પ્રતીક છે. એ બધાની ગૂંથણી એવા વૈજ્ઞાનીક ક્રમમાં થઈ છે કે આ મહામંત્રનો ફકત ઉચ્ચાર કરવાથી શરીરના જુદા જુદા ભાગોમાં રહેલી ૨૪ મહાન શક્તિઓ જાગૃત થાય છે.
રજ અને વીર્યના સજીવ પરમાણુઓ જયારે ભેગા થાય છે ત્યારે એક જીવતા જાગતા ગર્ભનો જન્મ થાય છે.ગંધક અને પારો મળતાં કાજળી બની જા છે.દૂધ અને ખટાશ ભેગા થતા દહી બની જાય છે.ઋણ અને ધન પરમાણુઓ ભેગા થતા વીજળીનો શક્તિશાળિ પ્રવાણ તૈયાર થાય છે ૨૪ સુક્ષ્મ તત્ત્વોના શક્તિઓના સંમેલનથી એક એવો અદભુત વિધુત પ્રવાહ પેદા થાય છે કે જેની શક્તિનું વર્ણન કરવું પણ અધરૂં છે.
આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આ \”દેવતા\” એ કોઈ સ્વતંત્ર સત્તા હિતી નથી.એક જ સર્વેશ્વર ઇશ્વરની ભિન્ન ભિન્ન શક્તિઓને જ દેવતા કહેવામાં આવે એ.જેમ સૂર્યના જુદા જુદા ગુણૉ વાળાં કિરણૉનાં,અલ્ટ્રા વાયોલેટ,આલ્ફા,પારદર્શક,મૃત્યુકિરણ જેવાં જુદાં જુદાં \’દેવતા\’અથવા \’દેવ\’તરીકે ઓળખવામાં આવે છે.
કોઈ ખાસ વ્યક્તિને ગાયત્રીમાં રહેલી કોઈ ખાસ શક્તિની આવશ્કતા હોય તો તે માત્ર તેની જ આરાધના કરે છે. માણસ તેની મુખ્ય જરૂરિયાતની વસ્તુને માટે વિશેષ પરિશ્રમ કરે એ. વિશેઅ પ્રકારનો લાભ મેળવવાની દષ્ટિએ જુદી જુદી સાધના-પધ્ધતિઓ તૈયાર કરવામાં આવી છે.આ જુદી જુદી પધ્ધતિઓ ચોવીસ પ્રકારની છે,તે\’ચોવીસ ગાયત્રી સાધનાઓ\’ તરીકે જાણીતી છે.
યોગસાધનાના અનેક માર્ગો છે.એ બધા પૈકી\’ગાયત્રી માર્ગ\’ એક એ.ગાયત્રીની સાધના પણ એ દેવશક્તિઓ સાથે સાધક સંબંધ સ્થાપી શકે છે અને \’ઈચ્છા\’મુજબ તે દ્રારા લાભ પણ મેળાવી શકાય છે.
ગાયત્રીના તંત્રગ્રંથોમાં ૨૪ ગાયત્રીઓનું વર્ણન છે.જુદા જુદા ચોવીસ દેવતાઓની એક એક ગાયત્રી છે.આમ ચોવીસ ગાયત્રી મંત્રો દ્રારા જુદા જુદા ૨૪ દેવતાઓઅ સાથે સંબંધ બાંધી શકાય છે. ગાયત્રી મંત્રોના ૨૪ અક્ષરો પૈકી દરેકનો દેવતા ક્રમશઃ આ પ્રમાણે છે
(૧)ગણેશ (૨)નૃસિહ (૩)વિષ્ણુ (૪)શિવ (૫)કૃષ્ણ (૬)રાધા (૭)લક્ષ્મી (૮)અગ્નિ (૯)ઇન્દ્ર (૧૦)સરસ્વતી (૧૧)દુર્ગા (૧૨)હનુમાન (૧૩)પૃથ્વી (૧૪)સૂર્ય (૧૫)રામ (૧૬)સીતા (૧૭)ચંદ્રમા (૧૮)યમ (૧૯)બ્રહ્મા (૨૦)વરુણ (૨૧)નારાયણ (૨૨)હયગ્રીવ (૨૩)હંસ અને (૨૪)તુલસી.
(૧) ગણેશ-સફળતાશક્તિ.ફળ-મુસ્કેલ કાર્યોમાં સફળતા,વિધ્નોનો નાશ,બુધ્ધિનો વિકાસ.
(૨) નૃસિહ-પરાક્રમશક્તિ.ફળ-પુરુષાર્થ,પરાક્રમ,વીરતા,શત્રુઓનો નાશ,આક્રમણથી રક્ષણ,રોગમુક્તિ
(૩) વિષ્ણુ-પાલનશક્તિ.ફળ-પ્રાણિઓનું પાલન,આશ્રિતોનું રક્ષણ,યોગ્યતાઓનો વિકાસ,રક્ષણ.
(૪) શિવ- કલ્યાણશક્તિ.ફળ- અનિષ્ટનો નાશ, કલ્યાણની વૃદ્રિ નિશ્ચય,આત્મપરાણયતા. (૫)કૃષ્ણ-યોગશક્તિ.ફળ-ક્રિયાશીલતા,આત્મનિષ્ઠા,અનાસક્તિ કર્મયોગ.સુંદરતા,સરસતા.
(૬) રાધા-પ્રમશક્તિ.ફળ-પ્રેમદષ્ટિ,દ્રેષભાવનો અંત.
(૭) લક્ષ્મી-ધનશક્તિ.ફળ-ધન,પદવી,કીર્તિ અને ભોગ-વિલાસનાં સાધનોની પ્રાપ્તી
(૮) અગ્નિ- તેજશક્તિ.ફળ- ઉષ્ણતા,પ્રકાશ,શક્તિ અને સામર્થ્યની વૃધ્ધિ,પ્રભાવ પ્રતિભા અને તેજમાં વૃધ્ધિ.
(૯) ઇન્દ્ર- રક્ષાશક્તિ. ફળ-રોગ,હિંસક,ચોર,શત્રુ,ભૂતપ્રેત તેમજ અનિષ્ટ વગેરેથૂ રક્ષણ.
(૧૦) સરસ્વતી-બુધ્ધિશક્તિ. ફળ-બુધ્ધિનો વિકાસ,બુધ્ધિની પરિપકવતા,પવિત્રતા,હોશિયારી,દૂરદર્શિતા,વિવેકશક્તિ.
(૧૧) દુર્ગા-દમનશક્તિ. ફળ-વિધ્નોમાં વિજય,દુષ્ટલોકોને દબાવવાની શક્તિ.શત્રુઓનો નાશ,પ્રચંડ વર્ગ.
(૧૨) હનુમાન- નિષ્ઠાશક્તિ. ફળ-કર્તવ્યપરાયણતા,નિષ્ઠા,વિશ્વાસ,બ્રહ્મચર્ય વગેરે ગુણોનો વિકાસ.
(૧૩) પૃથ્વી- ધારણશક્તિ. ફળ-ગંભીરતા,ક્ષમાશીલતા,સહનશીલતા,દઢતા.ધીરજ,ભારસહન કરવાની શક્તિનો વિકાસ.
(૧૪) સૂર્ય-પ્રાણશક્તિ. ફળ-નીરોગિતા,લાંબુ,આયુષ્ય,વિકાસ,વુધ્ધિ,ઉષ્ણતા અને વિકારોની શુધ્ધિ વગેરેની પ્રાપ્તિ.
(૧૫) રામ- મર્યાદાશક્તિ. ફળ-સહનશીલતા.દુઃખમાં સ્થિરતા,ધર્મ.મર્યાદા,સૌમ્યતા,સંયમ અને મૈત્રીના ગુણોમાં વુધ્ધિ.
(૧૬) સીતા-તપશક્તિ.ફળ-નિર્વિકારતા,પવિત્રતા,મધુરતા,સાત્ત્વિકતા,શીલ,નમ્રતા વગેરેનો વિકાસ.
(૧૭) ચંદ્ર- શાંતીશક્તિ,ફળ – ઉદ્રેગની,શાંતી શિક.ક્રોધ,ચિંતા,પ્રતિહિસા વગેરેનું શમન,કામ,મોહ,લોભ અને તૃષ્ણાની શાંતી, આશાનો ઉદય.
(૧૮) યમ-કાળશક્તિ.ફળ-સમયનો સદપયોગ,મૃત્યુ,નિર્ભયતા, આળસહીનતા,સ્ફુર્તિ.સજગતા.
(૧૯)બ્રહ્મા-ઉત્પાદકશક્તિ.ફળ- ઉત્પાદકશક્તિનો વિકાસ,વસ્તુંઓનું ઉત્પાદન વધવું,સંતાન વૃધ્ધિ,પશુઓ,ખેતી,વૃક્ષ.વનસ્પતિ વગેરેમાં વૃધ્ધિ-વિકાસ.
(૨૦)વરુણ-રસશક્તિ.ફળ-ભાવનાશીલતા,સરળતા,ફળપ્રિયતા,કવિત્વ,દયા,આદ્રતા,કોમળતા,પ્રસન્નતા,મધુરતા,સુંદરતા.
(૨૧) નારાયણ- આદર્શશક્તિ.ફળ-મહત્ત્વાકાંક્ષા.શ્રેષ્ઠતા,દિવ્યગુણ,દિવ્ય સ્વભાવ, ઉચ્ચ ચારિત્ર,માર્ગદર્શક,કાર્યપધ્ધતિ.
(૨૨ )હયગ્રીવ-સાહસશક્તિ.ફળ- ઉસ્સાહ,સાહસ,વીરતા,નિર્ભયતા.મુશ્કેલીઓ સામે ઝઝુમવાની વૃતિ,પુરુઆર્થ.
(૨૩) હંસ-વિવેકશક્તિ.ફળ- ઉજજવળ કીર્તિ,આત્મસંતોષ,સત-અસતનો વિવેક,દુરદર્શિઅતા,સત્સંગ ઉત્તમ આહાર-વિહાર.
(૨૪) તુલસી-સેવાશક્તિ.ફળ-લોકસેવા,સત્ત્વગુણની પ્રધાનતા,પતિવ્રત,પત્નિવ્રત,આત્મશાંતી,પરમ દુઃખનું નિવારણ.
જે વ્યક્તિ પોતાની અંદર જે ગુણ,કર્મ અને સ્વભાવની ઊણપ અથવા વિકૃતિ લાગતી હોય તેણે તે શક્તિવાળા દેવતાની ગાયત્રીનો જપ કરવો જોઈએ.દાખલા તરીકે કોઈ વ્યક્તિને સંતાન ન હોય તેણે બ્રહ્મ ગાયત્રી(બ્રહ્મદેવતાની ગાયત્રી)નો જપ કરવો.દેવી ગાયત્રીની દસ માળા જો જપવામાં આવે તો એક માળા બ્રહ્મ ગાયત્રીની કરવી જોઈએ.કોઈ વ્યક્તિ બહું ઉસ્સાહમાં આવી જઈને જલ્દી ફળ મેળવવાની દષ્ટિએ માત્ર બ્રહ્માનો ગાયત્રી જપ કર્યા કરે તો તેનું ફળ જલદી મળતું નથી.
શરૂઆતમાં દેવ ગાયત્રીના જપ કરવા જોઈએ.સાથે સાથે તે દેવતાનું ધ્યાન કરવું જોઈએ અને એવી ભાવના કરવી જોઈએ કે તે દેવતા મારૂં ઇચ્છિત ફળ આપશે જ. અહિ ચિવીસે દેવતાની ગાયત્રી આપવામાં આવી છે
દેવ ગાયત્રી
(૧) ॐ ગણેશ ગાયત્રીઃ ॐ એક દંતાંય વિહ્મહે,વક્રતુંડાય ધીમહિ,તન્નો બુધ્ધિઃ પ્રચોદયાત્ |
(૨)નૃંસિહ ગાયત્રીઃ ॐ ઉગ્રનૃસિંહાય વિહ્મહે,વજ્ર નખાય ધીમહિ,ધીમહિ,તન્નો નૃસિંહ પ્રચોદયાત્ |
(૩) વિષ્ણુ ગાયત્રીઃ ॐ નારાયણાય વિહ્મહે,મહાદેવાય ધીમહિ,તન્નો વિષ્ણુઃ પ્રચોદયાત્ |
(૪) શિવ ગાયત્રીઃ ॐ પંચવકત્રાઈ વિહ્મહે,વાસુદેવાય ધીમહિ,તન્નો રુદ્રઃ પ્રચોદયાત્ |
(૫) કૃષ્ણ ગાયત્રીઃ ॐ દેવકીનંદાનાય વિહ્મહે,વાસુદેવાય ધીમહિ,તન્નો કૃષ્ણઃ પ્રચોદયાત્ |
(૬) રાધા ગાયત્રીઃ ॐ વૃષભાનુજાયં વિહ્મહે,કૃષ્ણપ્રિયાયૈ ધીમહિ,તન્નો રાધા પ્રચોદયાત્ |
(૭) લક્ષ્મી ગાયત્રીઃ ॐ મહાલક્ષ્મ્યૈ વિહ્મહે,વિષ્ણુપ્રિયાયૈ ધીમહિ,તન્નો લક્મીઃ પ્રચોદયાત્ |
(૮) અગ્નિ ગાયત્રીઃ ॐ મહાજવાલાય વિહ્મહે,અગ્નિદેવાય ધીમહિ,તન્નો અગ્નિઃ પ્રચોદયાત્ |
(૯) ઈન્દ્ર ગાયત્રીઃ ॐ સહસ્તનેત્રાય વિહ્મહે,વજ્રહસ્તાય ધીમહિ,તન્નો ઈન્દ્રઃ પ્રચોદયાત્ |
(૧૦) સરસ્વતી ગાયત્રીઃ ॐ સરસ્વત્યો વિહ્મહે,બ્રહ્મપુત્રે ધીમહિ,તન્નો દેવી પ્રચોદયાત્ |
(૧૧)દુર્ગા ગાયત્રીઃ ॐ ગિરાજાય વિહ્મહે,શિવપ્રિયાયૈ ધીમહિ,તન્નો દુર્ગા પ્રચોદયાત્ |
(૧૨)હનુમાન ગાયત્રીઃ ॐ અજંની સુતાય વિહ્મહે,વાયુપુત્રાય ધીમહિ,તન્નો મારુતિ પ્રચોદયાત્ |
(૧૩)પૃથ્વી ગાયત્રીઃ ॐ પૃથ્વીદેવ્યૈ વિહ્મહે,સહસ્રમૂત્યૈ ધીમહિ,તન્નો પૃથ્વી પ્રચોત્યાત |
(૧૪)સૂર્ય ગાયત્રીઃ ॐ ભાસ્કરાય વિહ્મહે,દિવાકરાય ધીમહિ,તન્નો સૂર્ય પ્રચોદયાત્ |
(૧૫)રામ ગાયત્રીઃ ॐ દાશરથયે વિહ્મહે,સીતાવલ્લભાય ધીમહિ,તન્નો રામઃ પ્રચોત્યાત |
(૧૬)સીતા ગાયત્રીઃ ॐ જનકનંદિન્યૈ વિહ્મહે,ભૂમિજાયૈ ધીમહિ,તન્નો સીતા પ્રચોત્યાત |
(૧૭)ચંદ્ર ગાયત્રીઃ ॐ ક્ષીરપુત્રાય વિહ્મહે,અમૃત તત્ત્વાય ધીમહિ,તન્નો ચંદ્ર પ્રચોત્યાત |
(૧૮)યમ ગાયત્રીઃ ॐ સૂર્યપુત્રાય વિહ્મહે,મહાકાલાય ધીમહિ,તન્નો યમઃ પ્રચોદયાત્ |
(૧૯)બ્રહ્મ ગાયત્રીઃ ॐ ચતુર્મુખાય વિહ્મહે,હેસારૂઢાય ધીમહિ,તન્નો બ્રહ્મા પ્રચોદયાત્ |
(૨૦)વરૂણ ગાયત્રીઃ ॐ જલબિમ્બાય વિહ્મહે,નીલપુરૂસાય ધીમહિ,તન્નો વરૂણ પ્રચોદયાત્ |
(૨૧)નારાયણ ગાયત્રીઃ ॐ નારાયણાય વિહ્મહે,વાસુદેવાય ધીમહિ,તન્નો નારયણઃ પ્રચોદયાત્ |
(૨૨)હયગ્રીવ ગાયત્રીઃ ॐ વાણીશ્વરાય વિહ્મહે,હયગગ્રીવાય ધીમહિ,તન્નો હયગ્રીવાય પ્રચોદયાત્ |
(૨૩)હંસ ગાયત્રીઃ ॐ પરમહંસાય વિહ્મહે,મહાહંસાય ધીમહિ,તન્નો હંસ પ્રચોદયાત્ |
(૨૪)તુલસી ગાયત્રીઃ ॐ શ્રી તુલસ્યૈ વિહ્મહે,વિષ્ણુપ્રિયાયૈ ધીમહિ,તન્નો વૃન્દા પ્રચોદયાત્ |
આ દેવ ગાયત્રીઓ સાથે વ્યાહ્રતિઓ લગાડવાની આવશ્યકતા નથી.કારણકે આ વેદોકત મંત્રો નથી.આ તો તંત્રોકત મંત્રો છે. એ સાધનાઓ દ્રારા નિશ્ચિત રીતે એ દિશામાં પ્રગતિ થાય છે.