ધંધુકા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ધંધુકા આ તાલુકાનું મુખ્ય મથક છે.
ધંધુકા મહાન જૈન આચાર્યા મુનિ શ્રી હેમચન્દ્રાચાર્યની જન્મભૂમિ છે.તથા સંત પુનીતમહારાજ જેવા મહાન સંત આ ભુમી પર થઈ ગયા છે. કહેવાય છે કે ધંધુકાનુ નામ ધના નામના કોળી ઉપરથી પડેલ છે.(સંદર્ભ આપો)
ધંધુકામાં હાલમા પોરાણીક દરવાજા આવેલ છે. મોઢવાડા નો દરવાજો, અમ્બાપુરા દરવાજા વિગેરે…
ધંધુકા મા પ્રાચિન ભવાની વાવ આવેલ છે. જ્યા વાવ મા ભવાની માં નુ પ્રાચીન મંદીર આવેલ છે. જ્યા દર રવીવાર તથા પુનમ ના દીવસે લોકો ની ભીડ જોવા મળેછે. ધંધુકા થી 2 કી.મી દુર રાયણુ વાળા મેલડી માતા નુ મંદીર આવેલ છે. તથા નજીક મા બાલા હનુમાનજી નુ ભવ્ય મદીર આવેલછે. જ્યા નજીક મા નર્મદા કેનાલ પસાર થાય છે. જયારે રોજકા રોડ ઉપર શર મુબારક (પીર મહેમુનશાહ બુખારી) ની દરગાહ શરીફ આવેલ છે.
ધંધુકા અને ધંધુકા નજીક આવેલુ ભડીયાદ ગામ પીર મહેમુનશાહ બુખારી દરગાહ શરીફ માટે સમગ્ર રાજ્યમા ખુબ જ પ્રખ્યાત છે.