મનુષ્યના જીવનમાં ત્રણ બાબતો હોય છે,આધિ વ્યાધિ અને ઉપાધિ.આધિનો અર્થ છે વસ્તું હોવાનું દુઃખ.વ્યાધિનો અર્થ એ શારિરીક દુઃખ અને ઉપાધિનો અર્થ છે વસ્તું ન હોવાનું દુઃખ.મનુષ્યોથી પહેલા માતાપિતા મનુ-શતરૂપા અંગે થૉડૂ વિચારવામાં આવે.આ બંનેના ભાગ્યમાં શું લખ્યુ છે?ચારેય તરફથી સૌભાગ્યની વર્ષા થઈ રહી હતી.આખો પરિવાર પ્રતિષ્ટિત હતો.હવે જયારે આટલું બધું સુખ મળેલું હોય તેમાં શારીરિક રોગ આવી જાય તો શું કામનું.મનુ મહારાજને એક પણ રોગ ન હતો.બિલકુલ સ્વસ્થ હતા.દુનિયામાં બધું જ મળ્યું,વેદમાં પ્રતિષ્ઠા મળી,દિવ્ય દાંપત્યજીવન, ઉત્તાનપાદ અમે પ્રિયવ્રત જેવા પુત્રો,પૌત્ર પણ ધુવ જેવો,દેવહુતિ જેવી પુત્રી,કર્દમ મની જેવો જમાઈ,કપિલ જેવો પુત્રીનો પુત્ર અને સારી તંદુરસ્તી.પરંતુ તેમની સાથે જે મોટી ધટના ધટી તેવી આપણા સાથે પણ શક્ય એ,પ્રભુની કૃપા એવી થાય કે પ્રભુ યાદ આવી જાય.એક દિવસ મનુ મહારાજને એવો અહેસાસ થયો કે વિષયોથી વૈરાગ્ય નથી મળી રહ્યું.સંસારના વૃક્ષની શાખા તો ફુટતી જ રહેશે.તેનો કયારેય અંત નહિ આવે.ઉંમરના એક પડાવ પર પહોચ્યા બાદ આપણે દુનિયાની મોહમાયા મુકી દેવી જોઈએ.વૃધ્ધાવસ્થામાં આપણી ઈન્દ્રિયો મનુયને અહિથી તહિ ખેચતી રહે છે.આપણેં વર્ષોથી વિષયને ભોગવવાના આદી થઈ ગયા હોઈએ છીએ અને આવો ક્રમ ચાલતો રહે છે,વૃધ્ધાવસ્થામાં લોકો વધું ચિંતિત દેખાતા હોય છે.મનુ-શતરૂપા પાસેથી શીખવું જોઈએ કે સમયસર પરમાત્મા તરફ વળી જવું જોઈએ.