ભિલોડા ગુજરાત રાજ્યના ઈશાન ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લાના છ (૬) તાલુકા પૈકીનો એક જીલ્લો છે ભિલોડા તાલુકા. આ ગામ અરવલ્લીની રમણીય પર્વતમાળાના ડુંગરોની તળેટીમાં વસેલું છે. મૂળ ભિલોડા ગામ હાથમતી નદીના તટ ઉપર વસેલું હતું. આ ગામ અત્યારે વિકસિત થઈને નાના શહેરના સ્તર પર પહોચ્યું છે. આ ગામમાં પંચાયત, પ્રાથમિક, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજ, કૃષિ બજાર, પોલીસ સ્ટેશન, બેંક અને કોટેજ હોસ્પિટલ આવેલી છે. હાથમતી નદીના કિનારે આવેલ વૈજનાથ મહાદેવના મોટા મંદિર ઉપરાંત ગામની વચ્ચે લક્ષ્મીનારાયણ મંદિર અને રામજી મંદિર આવેલાં છે.
ભિલોડાથી લગભગ ૧૮ કી.મીના અંતરે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી આવેલું છે. ગામમાં ભવ્ય જૈન મંદિર આવેલું છે. ભિલોડામાં ૧૫ હેકટરમાં જી.આઈ.ડી.સી.ની ઔદ્યોગિક એસ્ટેટ આવેલ છે.
ભિલોડાની પ્રસિદ્ધ વ્યક્તિઓમાં અમર ઉપાધ્યાય છે, કે જેમણે ટી.વી. શ્રેણી \’કયું કી સાસ ભી કભી બહુ થી\’માં મિહિર વિરાણીની ભૂમિકા ભજવી હતી. આ પાત્ર દ્વારા તેઓ ખૂબ પ્રખ્યાત થયા છે. આ ઉપરાંત ગામની યોગિની ચૌહાણે ગામમાંથી પ્રથમ આઈ.એ.એસ. થઈને લાખો યુવતીઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.