ઇડર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો ઇડર તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. ઇડરનુ પ્રાચિન નામ ઇલ્વદુર્ગ હતુ. અમદાવાદથી ૧૨૦ કિ.મી. ઉત્તરે આવેલું અને અરવલ્લિની ગિરિમાળાઓ વચ્ચે વિકસેલું આ સુન્દર નગર છે. ગિરિમાળાઓ ઉપર શિવ મંદિર આવેલું છે. આ ઉપરાંત અહીં આવેલાં જૈન મંદિરો પણ ગિરિમાળાઓમાં જોવાલાયક છે.
અહીંથી લગભગ ૩૦ કિ.મિ. ઊત્તરે આવેલાં પોળોનાં મંદિરનાં અવશેષો જોવાલાયક છે. અહીં રાણી તળાવ આવેલ છે અને જીનમંદિર પણ યાત્રાળુઓને આકર્ષે છે. ઇડર પાસે ગ્રેનાઇટની ખાણ અવેલી છે. ઇડરનો મહેલ પણ જોવાલાયક છે.