સરસ્વતી નદીને તટે વસેલું અને ગુજરાતના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર પાટણ () ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાનું મુખ્યમથક છે. ગુજરાતને ‘ગુજરાત‘ નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્યું. પાટણ તેની સ્થાપના બાદ ૧૪મી સદી સુધીનાં લગભગ ૬૫૦થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું. સોલંકી રાજવીઓની રાજધાનીનું આ નગર-પાટણ એક કાળે વિસ્તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતામાં ને વિદ્યામાં, તે કાળના ધારા-અવંતી જેવી શ્રી, સરસ્વતી અને સંસ્કારલક્ષ્મીથી સમૃદ્ધ નગરીઓની સ્પર્ધા કરતું પાટણ ભારતવર્ષમાં પ્રસિદ્ધ હતું.
પાટણ :
સરસ્વતી નદીના તટે વસેલું આ એક વખતનું મહાનગર ગુજરાતની રાજધાની હતું.આનું મૂળ નામ અણહિલપુર પાટણ હતું. અણહિલપુર-પાટણનું નામ. ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા વનરાજ ચાવડાના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. (ઈ.સ. ૭૪૬,૨૮ માર્ચ)ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્થાપના કરી હતી પંચાસરના રાજા જયશિખરીનું કલ્યાણના રાજા ભુવડને હાથે યુદ્ધમાં મૃત્યુ થયા પછી બાળ વનરાજને મામા સુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો. વનરાજે પછી ટોળી જમાવીને રાજ્યની સ્થાપના કરી અને અણહિલપુર-પાટણ વસાવ્યું. ગુજરાતના ઇતિહાસમા મહત્વનુ સ્થાન ધરાવનાર પાટણના બે ઐતિહાસીક સ્થાપત્યો સહસ્ત્રીલિંગ તળાવ તથા રાણીની વાવ તેની કલાક્રુત્તીને કારણે રાષ્ટીય સ્મારકમા સ્થાન પામેલ છે. રાજા ભીમદેવે પોતાની રાણી ઉદયમતીની યાદમા રાણીની વાવ બન્ધાવેલ હોવાનુ જાણવા મળેલ છે. લગભગ હજાર વર્ષ પહેલાં બંધાયેલ સહસ્ત્રલિંગ તળાવના અવશેષો પરથી તેની વિશાળતા, કારીગરી અને ભવ્યતાનો પરિચય મળે છે. શિલ્પ સ્થાપત્યની ભવ્યતાનું દર્શન કરાવતી રાણકી વાવ સુવિખ્યાત છે. પાટણમાં અનેક સુંદર જિનાલયો છે તથા ૬૦૦ – ૧૦૦૦ પુરાણા અલભ્ય ગ્રંથો સચવાયા છે.
પાટણનુ પટોળુ છેલ્લા સાત સદીઓથી ગુજરાતના લોક્જીવનનો હિસ્સો બની રહેલ છે. પાટણ ખાતે પધારતા પ્રવાસીઓ હાથવણાટ ના શ્રેષ્ઠ કૌશલ્યને નિહળી મંત્ર્મુગ્ધ થઇ જાય છે.શુધ્ધ રેશમમા દેશી હાથશાળ પર વણાતા પટોળા પાટણ જીલ્લાના યશ કલગી સમાન છે.