ભુજ ગુજરાત માં આવેલું એક પ્રાચીન શહેર અને કચ્છ જિલ્લા નું વહીવટી મથક છે.
ભુજીયા ટેકરીની તળેટીમાં વસેલું ભુજ કચ્છનું સૌથી મોટું શહેર છે. પ્રાચીન કિલ્લાની વચ્ચે વસેલું (જે જાન્યુવારી ૨૬, ૨૦૦૧ના ધરતીકંપ માં નુકશાન પામેલ છે) જુનું ભુજ ઐતિહાસીક મહત્વ ધરાવે છે. અત્યંત સુંદર કોતરણી ધરાવતા મહેલો, મંદિરો અને પાંચ ગઢનાં નાકાં અને છઠી બારી તેના ઇતિહાસની યાદ અપાવે છે. અદ્યતન ભુજ, જિલ્લા નું વહીવટી મથક તથા ભારતની પશ્ચીમ ભાગનું સંરક્ષણ કેન્દ્ર પણ છે.