\”શ્રી શિવ વંદના\”

શિવ – શ્રી શિવ વંદના –

વન્દે શિવમ્ શંકરમ્

વન્દે દેવમુમાપતિં સુરગુરું વન્દે જગત્કારણમ્,

વન્દે પન્નગભૂષણં મૃગધરં

વન્દે પશૂનાં પતિમ્ ।

વન્દે સૂર્યશશાઙ્ગ વહ્નિનયનં

વન્દે મુકુન્દપ્રિયમ્,

વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં

વન્દે શિવં શંકરમ્ ॥ ૧ ॥

ગુજરાતી ભાષાંત્તરઃ ઉમાપતિ દેવ, સુરગુરુ, જગતની ઉત્પત્તિ કરનાર, સર્પનાં આભૂષણ પહેરનાર, મૃગ (મુદ્રા) ધારણ કરનાર, પ્રાણીઓના સ્વામી, સૂર્ય-ચન્દ્ર અને અગ્નિ જેનાં નેત્રો છે તેવાં વિષ્ણુને પ્રિય, ભક્તજનોના આશ્રયરૂપ, વરદ, શિવશંકરને હું વન્દું છું.

વન્દે સર્વજગદ્વિહારમતુલં

વન્દેઽધંકધ્વંસિનમ્,

વન્દે દેવશિખામણિં શશિનિભં

વન્દે હરેર્વલ્લભમ્ ।

વન્દે નાગભુજઙ્ગ ભૂષણધરં

વન્દે શિવં ચિન્મયમ્,

વન્દે ભક્તજનાશ્રયં ચ

વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૨ ॥

ગુજરાતી ભાષાંત્તરઃ અખિલ વિશ્વવિહારી, અનુપમ, અંધક રાક્ષસનો નાશ કરનાર દેવોના મસ્તકમણિરૂપ, ચન્દ્ર જેવાં, વિષ્ણપ્રિય, નાગ અને સર્પનાં ભૂષણ પહેરનાર, કલ્યાણકારી, ચિન્મય, ભક્તજનોના આશ્રયરૂપ, વરદ, શિવશંકરને હું વન્દું છું.

વન્દે દિવ્યમચિન્ત્યમદ્વયમહં

વન્દે કંદર્પાપહમ્,

વન્દે નિર્મૂલમાદિમૂલમનિશં

વન્દે મખધ્વન્સિનમ્ ।

વન્દે સત્યમનંતમાદ્યમલયં

વન્દેઽતિશાન્તાકૃતિમ્,

વન્દે ભક્તજનાશ્રયં ચ

વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૩ ॥

ગુજરાતી ભાષાંત્તરઃ દિવ્ય, અચિન્ત્ય, અનન્ય, કામદેવના વિનાશક, નિર્મૂલ, આદિમૂલ, દક્ષના યજ્ઞનો ભંગ કરનાર, સત્ય, અનન્ય, આદ્ય, અવિનાશી, અતિ શાંત મૂર્તિ, ભક્તજનોના આશ્રયદાતા, વરદ, શિવશંકરને હું વન્દું છું.

વન્દે ભૂરથમમ્બુજાક્ષવિશિખં

વન્દે શ્રુતિધોટકમ્,

વન્દે શૈલશરાસનં ફણિગુણં

વન્દેઽધિતૂણીરકમ્ ।

વન્દે પદ્મજસારથિ પુરહરં

વન્દે મહાભૈરવમ્,

વન્દે ભક્તજનાશ્રયં ચ

વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૪ ॥

ગુજરાતી ભાષાંત્તરઃ પૃથ્વી રૂપી રથવાળા, અંબુજાદેવીની આંખ રૂપી બાણવાળા, વેદ રૂપી અશ્વોવાળા, શૈલાધિરાજ રૂપી ધનુષ્યવાળા, સર્પો રૂપી પણછવાળા, પ્રજ્ઞા રૂપી ભાથાવાળા, બ્રહ્મા રૂપી સારથિવાળા, ત્રિપુરને મારનાર, મહાભૈરવ, ભક્તોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને વન્દું છું.

વન્દે પઞ્ચમુખામ્બુજં ત્રિનયનમ્

વન્દે લલાટેક્ષણમ્,

વન્દે વ્યોમગતં જટા સુમુકુટં ચન્દ્રાર્ધગઙ્ગાધરમ્ ।

વન્દે ભસ્મકૃતં ત્રિપુણ્ઙજટિલં

વન્દેઽષ્ટમૂર્ત્યાત્મકમ્,

વન્દે ભક્તજનાશ્રયં ચ

વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૫ ॥

ગુજરાતી ભાષાંત્તરઃ કમળ સમાન પંચ મુખવાળા, ત્રણ નેત્રવાળા, કપાળમાં નેત્રવાળા, આકાશમાં રહેલ, જટા અને મુકુટવાળા, અર્ધચન્દ્ર તથા ગંગાને ધારણ કરનાર, ભસ્મથી ત્રિપુંડ રચનાર, જટિલ અષ્ટમૂર્તિરૂપ, ભક્તજનોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.

વન્દે કાલહરં હરં વિષધરં

વન્દે મૃડં ધૂર્જટિમ્,

વન્દે સર્વગતં દયામૃતનિધિં

વન્દે નૃસિંહાપહમ્ ।

વન્દે વિપ્રસુરાર્ચિતાંધ્રિકમલં ભગાક્ષાવહમ્,

વન્દે ભક્તજનાશ્રયં ચ

વરદં વન્દે શિવંશંકરમ્ ॥ ૬ ॥

ગુજરાતી ભાષાંત્તરઃ કાલજીત, કંઠમાં વિષ ધારણ કરનાર, દયાળું, ધૂર્જટિ, સર્વવ્યાપક, દયાના સાગર, નૃસિંહના કરાલક્રોધને શાંત કરનાર, જેના ચરણકમલને દેવો અને બ્રાહ્મણો પૂજે છે તેવાં, કામદેવને મારનારા, ભક્તોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.

વન્દે મઙ્ગ લરાજતાદ્રિનિલયં

વન્દે સુરાધીશ્વરમ્,

વન્દે શઙ્કરમપ્રમેયમતુલં

વન્દે યમદ્વેષિણમ્ ।

વન્દે કુણ્ડલિરાજકુણ્ડલધરં

વન્દે સહસ્ત્રાનનમ્,

વન્દે ભક્તજનાશ્રયં ચ

વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૭ ॥

ગુજરાતી ભાષાંત્તરઃ મંગળ શ્વેત ચાંદી જેવાં કૈલાસ પર વસનાર, દેવાધિદેવ, કલ્યાણ કરનાર, અનંત, અતુલ, કાળને જીતનારા, સર્પરાજના કુંડળવાળા, હજાર મુખવાળા ભક્તજનોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.

વન્દે હંસમતીન્દ્રિયં સ્મરહરં

વન્દે વિરૂપેક્ષણમ્,

વન્દે ભૂતગણેશાવ્યયમહં

વન્દે વિરૂપેક્ષણમ્ ।

વન્દે સુન્દરસૌરભેયગમનં

વન્દે ત્રિશૂલાયુધમ્,

વન્દે ભક્તજનાશ્રયં ચ

વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૮ ॥

ગુજરાતી ભાષાંત્તરઃ હંસ (વિશુદ્ધ આત્મારૂપ) ઈન્દ્રિયાતીત, કામદેવને હણનાર, વિરૂપાક્ષ, ભૂતગણોના અધિપતિ, અવિકારી, સંપત્તિ અને સત્તા આપનાર, સુંદર વૃષભ ઉપર બિરાજીને ગમન કરનાર, ત્રિશૂલનું આયુધ રાખનાર, ભક્તજનોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.

વન્દે સૂક્ષ્મમનન્તમાદ્યમભયં

વન્દેઽન્ધકારાપહમ્,

વન્દે રાવણનન્દિભૃઙ્ગીવિનતં

વન્દે સુવર્ણાવૃતમ્ ।

વન્દે શૈલસુતાર્થભદ્રવપુષં

વન્દે ભયં ત્ર્યમ્બકમ્,

વન્દે ભક્તજનાશ્રયં ચ

વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૯ ॥

ગુજરાતી ભાષાંત્તરઃ સૂક્ષ્મ, અનંત, આદ્ય, અભય, અંધકાર (અજ્ઞાન) ને હરી લેનાર, રાવણ-નંદી-ભૃંગી વગેરેથી પૂજાતા, સુંદર વર્ણવાળા, શૈલસુતા પાર્વતી સારુ ભદ્રદેહ ધારણ કરનાર, ભયાનક,ત્ર્યમ્બક, ભક્તજનોને આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.

વન્દે પાવનમમ્બરાત્મવિભવમ્

વન્દે મહેન્દ્રેશ્વરમ્,

વન્દે ભક્તજનાશ્રયામરતરું

વન્દે નતાભીષ્ટદમ્ ।

વન્દે જહ્નુસુતામ્બિકેશ મનિશં

વન્દે ગણાધીશ્વરમ્,

વન્દે ભક્તજનાશ્રયં ચ

વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૧૦ ॥

ગુજરાતી ભાષાંત્તરઃ પાવન આકાશ જેનું સ્વરૂપ છે, ઈન્દ્રિના અધિપતિ, ભક્તજનોને આશ્રય આપનાર દિવ્ય કલ્પવૃક્ષ, નમન કરનારને ઈચ્છિત વસ્તુ આપનાર, જહ્નુપુત્રી ગંગા તથા અંબિકા (પાર્વતી) ના સ્વામી, ગણાધિપતી, ભકતજનોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું નિત્ય વન્દું છું.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors