રાજકોટ એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય માં આવેલું શહેર છે તથા રાજકોટ જિલ્લાનું પાટનગર છે. આ ઉપરાંત રાજકોટ તાલુકા મથક પણ છે. આ શહેર આજી નદી નાં કાંઠે વસેલું છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળ ના પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યા હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા. રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર તેમજ પાટનગર માનવામાં આવે છે. રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮બી થી ગુજરાત નાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે.