કદાચ, ઘણાં લોકોને માટે આ વાંચી નવાઇ થઇ હશે કે વરિયાળી એ ગુણોનો ભંડાર છે.હા, આયુર્વેદ અનુસાર વરિયાળીના નિયમિત સેવનથી ઘણાં પ્રકારનાં સ્વાસ્થય લાભ થાય છે.
તો આવો જાણીએ ગુણોનાં ભંડાર એવી વરિયાળીથી થતાં લાભ
* બદામ, વરિયાળી અને સાકર આ ત્રણેયને સરખે ભાગે લઇને વાટી લો અને રોજ બન્ને ટાઇમ ભોજન પછી ૧ ટી સ્પુન લો. તેનાથી સ્મરણ શક્તિ વધે છે.
* રોજિંદા ભોજનની 30 મિનિટ બાદ વરિયાળી લેવાથી કોલેસ્ટ્રોલ કાબુમાં રહે છે.
* રોજ ૫ થી ૬ ગ્રામ વરિયાળી લેવાથી લીવર ઠીક રહે છે અને આંખોનું તેજ પણ વધે છે.
* જમ્યા બાદ વરિયાળી લેવાથી તે મચકોડ, દર્દ અને ગેસ વિકારમાં પણ લાભદાયી છે.
* તવા પર શેકેલી વરિયાળીનો ભુકો કરીને લેવાથી અપચામાં પણ ઘણી લાભદાયી રહે છે.
* બે કપ પાણીમાં એક ચમચી વરિયાળીને ઉકાળેલી બે-ત્રણ વાર લેવાથી અપચા અને કફની સમસ્યા દુર થાય છે.
* અસ્થમા અને ખાંસીમા વરિયાળી સહાયક હોય છે.
* કફ અને ખાંસીનાં ઇલાજ માટે વરિયાળી ખાવી ફાયદાકારક છે.
* અડધી કાચી વરિયાળીનું ચુર્ણ અને અડધી શેકેલી વરિયાળીનાં ચુર્ણમાં હીંગ અને સીંધાળુ મેળવીને ૨ થી ૬ ગ્રામ માત્રામાં દિવસમાં ત્રણ – ચાર વાર લેવાનો પ્રયોગ કરો તેનાથી ગેસ અને અપચો દુર થાય છે. શેકેલી વરિયાળી અને ખાંડને સમાન માત્રામાં પીસીને દર બે કલાક બાદ ઠંડા પાણીની સાથે ફાકી લેવાથી ઝાડા, પેટમાં ચુંક અને પેટમાં આવતી વીંટમાં લાભ થાય છે જેનાથી કબજિયાત દુર થાય છે.
* વરિયાળી ખાવાથી ડાયાબિટિશ નિયંત્રણમાં રહે છે.
* અપચા જેવા રોગની અંદર વરિયાળી ખુબ જ ઉપયોગી છે. તળ્યા કે શેક્યા વિનાની વરિયાળીના મિક્સર વડે અપચામાં ઘણો લાભ થાય છે. બે કપ પાણીમાં એક ચમચી ઉકાળેલી વરિયાળીને બે થી ત્રણ વખત લેવાથી અપચામાં અને કફમાં ઘણી રાહત થાય છે.
* ગોળની સાથે વરિયાળી લેવાથી માસિક ધર્મ નિયમિત થાય છે.
* એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી નાંખીને ઉકળવા દો અને તેને ઠંડુ થયા બાદ બાળકને આપો આનાથી કોલિકના ઉપચારમાં મદદ મળે છે. બાળકને આનું એક થી બે ચમચી જેટલુ જ મિશ્રણ આપવું.
વરિયાળીના પાવડરને ખાંડની સાથે બરાબર માત્રામાં ભેળવીને લેવાથી હાથ પગમાં થતી બળતરા દૂર થઈ જશે.