મનુષ્યનું સૌથી મોટું ગૌરવ આત્મજ્ઞાન છે અને જે મનુષ્ય આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરે છે તે ખુબ ભાગ્યશાળી ગણાય છે.આવો મનુષ્ય પોતાના ભુત અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને વર્તમાનનો સદૌપયોગ કરે છે આવો આત્મલંબી મનુષ્ય પોતાના જીવન દરમ્યાન ઝ્ડપથી પ્રગતિ કરે છે તેને પછી જીવન દરમ્યાન કયાંય કોઈ મુશ્કેલી નડતી નથી.પરંતુ જે મનુષ્ય આત્મજ્ઞાનની ઉપેક્ષા કરે છે તે આત્મધાતી બને છે અને દુઃખી થાય છે ડગલેને પગલે તેને જીવન દરમ્યાન તિરસ્કારનો સામનો પડે છે તેને નરકનું દુઃખ ભોગવવું પડે છે.મૃત્યુ પછી પણ કયાંય સદગતિ મળાતી નથી.
જે મનુષ્ય આત્મિક ક્ષેત્રમાં આવ્યા પછી તેને પાછુ વાળીને જોવું જોઈએ નહિ સતત આગળ વધવું જોઈએ કયાંય અટકવું જોઈએ નહિ જયાં સુધી તેને પોતાનું લક્ષ્ય પુરુ ન થાય ત્યાં સુધી તેણ પોતાના અંતરના ઊડાંણ સુધી ઉતરીને પોતાની આત્મા વિશે અવલોકન કરવું જોઈએ.સતત તેનું ચિંતન કરવું જોઈએ તેને ત્યાં સુધી ચિંતન કરવું જોઈએ કે તેને રસ્તો પ્રાપ્ય ન થાય.સતત તેનું મનન કરતા રહેવું જોઈએ.