માનવ દેહની એક નિક્ષિત સીમા છે.આ સીમાથી વધારે સુખને ઝીલી શકાતું અને નથી દુઃખનો અતિરેક સહન કરી શકાતો.દેહની પ્રકૃતિને અનુરુપ સુખ અને દુઃખનો ભાગ હોય છે.તે દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે.ીક યોગીનો દે જેટલા પ્રમાણમાં સહન કરી શકે છે,તેટલું સામાન્ય મઆસનો દેહ સહન કરી શકતો નથી.તેવી જ રીતે એક રાજાનું શરીર જે સુખ-ભોગોને ભોગવી લે છે.તેને પણ સામાન્ય શરીર ભોગવી શકતું નથી.દેહ એક નિચિંત મર્યાદા સુધી જ સુખ-દુઃખને ભોગવી શકે છે.મર્યાદાથી વધારે સુખને ભોગવવાનું વિધાન સ્વર્ગમાં બને છે.અને સીમાતીત દુઃખ નરકમાં ભોગવવું પડે છે.બંનેય સ્થિતિઓમાં ભગવાનનું સ્મરણ છુટી જાય છે.
ી સાચુ છે કે માનવદેહની સંરચના અતિ જટિલ છે.દેહ મનથી વધારે લચિલો છે,જે ભોગોને મન ઝિલી શકતું નથી,તેને શરીર સહેલાઈથી સહન કરી શકે છે પરિસ્થિતિઓને અનુરુપ પરિવર્તિત થઈને તેની સાથે સામંજસ્ય સાધવાની જે વિશેષતા દેહની સાથે જોડાયેલી છે,તે મનની સાથે ઓછી જોવા મળે છે ઠંડી અને ગરમીમાં પરિવર્તનની સાથે જ શરીર પણ તેને અનુરુપ અનુકુળતા થોડાક વખતમાં મેળવી લે છે પરંતુ બંનેય સ્થિતિમાં મનઃસ્થિતિમાં કોઈ વિશેષ પરિવર્તન થતુ નથી.તે એક નિક્ષિત પ્રવૃતિને અનુરુપ જ પ્રવાહમાન થાય છે,વિચારે છે.તેમ છતાં શરીરની એક મર્યાદા હોય છે અને તે એ મર્યાદાને ઓળંગી શકતું નથી.
દેહનો સંબંધ ચિત સાથે હોય છે ચિતના કારણે જ દેહનું અસ્તિત્વ હોય છે.ચિતમાં પડેલા સંસ્કાર અનુસાર જ દેહની સંરચના થાય છે.ચિત એટલે જ આપણુ બ્લેકબોકસ,જેમાં આપણા તમામ પ્રકારના કર્મોના લેખા જોખા તથા તેનો પરિપાક સંચિત થાય છે આ કર્મોના ભોગોને ભોગવવા માટે જ જીવાત્માને દેહ મળે છે.જે જીવાત્માને વધારે સહન કરવાનું હોય છે,તેને તે દુઃખને સહેવા સારુ એવા પ્રકારનું શરીર મળે છે જેનાથી તે પોતાના શરીરમાં વધારનું દુઃખ સહન કરી શકે,દુઃખ જો દેહની સહનશક્તિ કરતાં વધારે હોય તો દેહ છેડયા પછી એ બાકીના દુઃખો નરકમાં ભોગવવાં પડે છે.આ કર્મનો સિધ્ધાંત છે.તેને નકારી શકાતો નથી.તેવી જ રીતે સુખ ભોગવવા માટે દેહ મળૅ છે અને વધારાના સુખને સ્વર્ગમાં ભોગવવા પડે છે,સુખ,દુઃખ,સ્વર્ગ અને નરક ભોગવવાના સ્થાન છે,પરંતુ ધરતી બોગ સ્થાનની સાથે સાથે તેને વધારવા-ધટાડવાનું એકમાત્ર સ્થાન છે.અહિ સુખ અને દુઃખને ભોગવવા ઉપરાંત પુણ્યકર્મ દ્રારા સુખમાં વધારો કરી શકાય હે.પાપકર્મો થી દુઃખમાં વધારો થાય છે.
આ સૃષ્ટિમાં ધરતી જ એકમાત્ર એવું પુણ્યસ્થાન છે,જયાં દુઃખને તપમાં અને સુખને યોગમાં પરિવર્તિત કરી શકાય છે.બાકી બીજા સ્થાનોમાં આ સુવિધા નથી.અહિ આ દેહથી સુભ પુણ્યકર્મો કરીને,તપસ્યા કરીને પ્રારવ્ધજન્ય ભોગને કાપી શકાય છે;જો કે એક જ જન્મમાં મોક્ષપ્રાપ્તિ માટે પ્રયાસરત દેહની સંરચના કંઈક બીજા પ્રકારની હોય છે.તૈલંગ સ્વામી.રમણ મહર્ષિ વગેરે ના દેહ એ કોટીના છે.તેઓ પોતાના શરીરથી બાકી બચેલા કર્મ-સંસ્કારોને કાપતા કાપતા સીધા મોક્ષ સુધીની યાત્રા કરી લે છે આ સ્થિતિ વિરલ છે.અને વિરલા જ આવી ધટનાના સાક્ષી બને છે. એવા પ્રખર અને જીવન્મુક્ત જીવાત્માઓના દેહ પણ બહુ વિશિટ હોય છે.
એવા જીવાત્માઓના ચિતમાં પ્રારબ્ધજન્ય કર્મનો ક્ષય થઈ ચુકયો હોય છે.અવિધારુપી કલેશને કારણે તેમને દેહ મળે છે.ચોક્કસ,પરંતુ તેમના દેહથી નવા કર્મ બનતા નથી,પ્રારબ્ધ બનતું નથી.અને આ કારણથી જ તેમનું ચિત અત્યંત સ્વચ્છ હોય છે પરંતુ તેમાં અવિધાનો અંશ બાકી રહે છે.અવિધા અર્થાત ભ્રમ.ભ્રમના કારણે જ તો દેહની ઉત્પતિ થાય છે કારણ કે આ સંસાર પણ ભ્રમની સંજાળા છે,અવિધાનું ધર છે,આથી દેહ ધારણ કરવાનું અવિધાને કારણે થાય છે.યોગી આ વિધાને જાણે છે,તેની સંપુર્ણ પ્રકૃતિથી પરિચિત હોય છે.જયારે તેનું કર્મ શેષ થઈ જાય છે તો તે અવિધાનો પાર ચાલ્યો જાય છે અને પછી તેનું ચિત વિલિન થઈ જાય છે.ચિત ભળતા જ દ્ર્હ પણ ઝાડ પરથી ખરતા પાદડાંની જેમ ખરી પડે છે.દેહની આવી સ્થિતિ યોગીઓ સાથે થાય છે.તેઓ પોતાના આ દેહમાં અનંત બ્રહ્માંડીય શક્તિઓને ધારણ કરી શકે છે.જેના માત્ર એક જ અંશના સ્પર્શથીસામાન્ય માણસનો દેહ ભસ્મીભુત થઈ જાય છે.
મહાન યોગી પોતાના શરીરને તપસ્યા કરવા માટે લાયક બનાવવા સારુ બાળપણથી જ તૈયારી શરુ કરી દે છ તૈલંગસ્વામી માટે કહેવાય છે કે તેઓ આમ તો બાળપણથી જ તપસ્યા કરતા હતા.પરંતુ તે પ્રાયક્ષિત તપ હતુ.તેમની તપસ્યાનો પારંભ તો ૯૦ વર્ષની ઉમર જયારે તેમને તેમના ગુરુનું પ્રત્યક્ષ માર્ગદર્શન મળ્યુ ત્યારે થયો.ત્યાં સુધી તેઓ કઠિન તપસ્યા માટે પોતાના દેહને તપાવતા રહ્યા.તપસ્યાથી દેહની કોશિકાઓમાં રુપાંતરત થઈ જાય છે.યોગજ દેહ અસીમ દુઃખ અને કષ્ટને સહન કરવા યોગ્ય હોય છે દેહને રુપાંતરિત કરવાની પ્રક્રિયાનો ઉલ્લેખ શ્રી અરવિંદના અતિમાનસ યોગ માં મળૅ છે શ્રી અરવિંદ કહે છે કે આ યોગથી દેહની સંપુર્ણકોશિકઓની પ્રકૃતિ રુપાંતરિત થઈ જાય છે.અને સંપુર્ણ દેહ એક એકમની જેમ કાર્ય કરવા લાગે છે.રુપાંતરિત દેહની ક્ષમતા અને સામર્થ કલ્પનાતિત હોય છે તેની શક્તિનો અંદાજ પણ બાંધી શકાતો નથી.
એક યોગીએ પોતાના શરીરને રુપાંતરિત કરવાનો એક અદભુત અને આશ્ચર્યજનક પ્રયોગ કર્યો.તેણ પોતાના શરીરને માટીના ધરમાં બંધ કરીને ચારે બાજુથી માટીની દિવાલ ચણાઅવી લીધી.અંદર હવા અને પ્રકાશ પ્રવેશવાના તમામ દ્રાર બંધ કરાવી દીધા. અને તેમણે પોતાના શિષ્યોને સખત આદેશ આપ્યો કે તેમના આદેશ વિના આ દિવાલ તોડાવી નહિ.અંગ્રજ શાસનના સમયમાં જયારે અંગ્રજોને આ ધટનાની ખબર પડીતો તેમણે આ પ્રયોગના પોડાક મહિના પછી દિવાલને તોડી પાડી.દિવાલ તોડયા પછી જયારે ધરેને તોડવામાં આવ્યુતો ત્યાથી વીજળીની એક તેજ રોશની ફુટી અને અંતરિક્ષમાં વિલીન થઈ ગઈ.દેહના રુપાતરણનો આ પ્રયોગ અધુરો રહી ગયો.આ પ્રયોગથી એ જાણવા મળૅ છે કે માનવદેહની મર્યાદઓનો વિસ્તાર કરી શકાય છે.
સામાન્ય દેહને સંયમપુર્વકઆને લાયક ચોક્કસ બનાવવો જોઈએ. જેથી એ સુખ-દુઃખને સહન કરવા લાયક બની જાય અને આ દેહથી તપસ્યા કરી શકાય.ભોગહ્તી દેહ શિથિલ અને ક્ષીણ થાય છે અને કષ્ટથી તેમાં નિખાર આવે છે.આથી આપણે ઇન્દ્રિય ભોગોની અંતહીન લાલસાની પાછળ ન ભાગતા શરીરને ભગવાનનું મંદિર બનાવી લેવું જોઈએ,જેથી અંદર ભગવાનનો વાસ થઈ જાય છે.