કામ, ક્રોધ,લોભ,મોહ અને અહંકાર એ પાચ દુર્ગુણોને રોજબરોજના જીવનમાં જીતવાનો ઉપાય?
* કામને જીતવા પરસ્ત્રીને માતા અથવા બહેન ગણવી.
* નિર્બળની અવજ્ઞાને પોતાની અવજ્ઞા સમજી તેનું રક્ષણ કરીને ક્રોધ જીતવો.
* પરાયા ધન પર દષ્ટિના કરવી અને પોતાનું ધન પરમાત્માએ આપેલું છે માની યોગ્ય સ્થાને વાપરી લોભને જીતવો.
* સર્વ સુદર પદાર્થો નાશવંત છે એવી નિત્ય જાગૃતિ રાખી મોહને જીતવો.
* પોતાનાથી અનેક ગણા શ્રેષ્ઠ મનુષ્ય આ જગતમાં છે એમ સમજી અહંકારને જીતવો.