અનુભવી પુરુષોએ જીવનનો નિચોડ શું તારવ્યો છે?
* યાદી બહુ લાબી થાય તેવી છે કેટલીક મહત્વની બાબત જોઈએ.
* પોતે પોતાને તેમજ પરમાત્માને ઓળખી લેવા.
* \”સત હરિ ભજનુ, જગત સબ અપના\”એટલે કે હરિનું ભજન એજ સાચી વસ્તુ છે આ જગતતો નર્યુ સ્વપ્ન છે,એ નિશ્ચય દઢ થવો.
* હરિભજન વિના કલેશ અને કષ્ટ મટતા નથી.
* નબળાનો સંગ કરવાથી નબળા બનાય છે,હરિનો સંગ કરવાથી હરિ બનાય છે,
* આ વિશ્વ કર્મ પ્રધાન છે ,સૌને પોતાના કર્મનું ફળ વહેલું મોડુ મળી રહે છે.
* સંસાર પ્રત્યેનો વેરાગ્ય તીવ્ર બને નહી,ત્યાં સુધી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી,
* સંતોષ વિના વાસનાઓ શાંત થતી નથી અને વાસનાઓની હાજરી હોય ત્યા સુધી સાચી શાંતી અને આનંદનો અનુભવ થતો નથી.
* પરમ તત્વ સાથે તાર બંધાયા વિના કામનાઓનો નાશ થતો નથી.
* અહિયા કશાથી ભાગવાનુ નથી,પણ પ્રત્યેક સ્થિતિમાં જાગવાનૂ છે,સાવધાન રહેવાનું છે.
* મનરૂપી સંસારમાં ઝંપલાવવા જેવું નથી,તેને કિનારે મુકામ કરવો જોઈએ.