સ્વાતંત્ર્ય સંગ્રામની આ વીરાંગના:રાણી લક્ષ્મીબાઈ

રાણી લક્ષ્મીબાઈ મરાઠા શાસિત ઝાંસી રાજ્યની રાણી હતી. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામની આ વીરાંગનાનો જન્મ વારાણસી જિલ્લાના ભદૈની નગરમાં થયો હતો.તેમનું સાચુ નામ મણિકર્ણિકા છે પણ તેમને સૌ પ્રેમથી મનુ કહીને બોલાવતા હતા.

તેમની માતાનું નામ ભાગીરથી બાઈ અને પિતાનું નામ મોરોપંત તાબે હતું. મોરોપંત એક મરાઠા હતા અને મરાઠા બાજીરાવની સેવામાં હતા. લક્ષ્મીબાઈના માતા ભાગીરથી બાઈ એક સુસંસ્કૃત, બુધ્ધીશાળી અને ધાર્મિક મહિલા હતા. રાણી લક્ષ્મીબાઈ એટલે કે મનુ ચાર વર્ષની હતી ત્યારે જ તેની માતાનું અવસાન થતાં ઘરમાં તેની સાર સંભાળ લેનારુ કોઈ ન હતુ. તેથી તેના પિતા તેને બાજીરાવના દરબારમાં લઈ જતા. સુંદર અને ચંચળ મનુએ ત્યાં સૌનું મન મોહી લીધુ અને લોકો તેને પ્રેમથી \’છબીલી\’ કહેવા લાગ્યા.

લક્ષ્મીબાઈએ નાની ઉમંરમાં જ સાબિત કરી દીધુ કે તેઓ માત્ર એક સારા સેનાપતિ જ નહી પરંતુ કુશળ શાસક પણ છે.તેઓ મહિલાઓને અધિકાર સંપન્ન બનાવવાના પ્રબળ પક્ષકાર હતા. તેમણે પોતાની સેનામાં મહિલાઓની પણ ભરતી કરી હતી.

આજે પોતાને મહિલા સશક્તિકરણના આગેવાન ગણાવનારાઓ પણ સ્ત્રીઓને લશ્કરમાં મોકલવાના વિરોધમાં છે આવા લોકો માટે રાણી લક્ષ્મીબાઈ એક ઉદાહમનુએ બાળપણમાં શાસ્ત્રોની સાથે શસ્ત્રોની પણ શિક્ષા લીધી હતી. ૧૮૪૨માં ઝાંસીના રાજા ગંગાધર રાવ નિવાલકર સાથે તેમના લગ્ન થતાં તેઓ ઝાંસીની રાણી બન્યા. લગ્ન બાદ તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. ૧૮૫૧માં તેમણે એક પુત્રને જન્મ આપ્યો પણ ચાર માસની ઉંમરમાં જ તેનું મૃત્યુ થયું. ૧૮૫૩માં રાજા ગંગાધર રાવની તબિયત અત્યંત કથળતા તેમને પુત્ર દત્તક લેવાની સલાહ આપવામાં આવી. તેમણે એક પુત્ર દત્તક લઈ તેનુ નામ દામોદર રાવ રાખ્યું. પુત્ર દત્તક લીધા બાદ ૨૧ નવેમ્બર ૧૮૫૩માં રાજા ગંગાધર રાવનું અવસાન થયું.રણ છે કે જો મહિલાઓ ઈચ્છે તો કોઈપણ મંઝીલ હાંસલ કરી શકે છે.ઝાંસી ૧૮૫૭ના સંગ્રામનું એક પ્રમુખ કેન્દ્ર બની ગયું જ્યાં હિંસા ફાટી નીકળી. રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીની સુરક્ષા મજબુત બનાવવી શરૂ કરી અને એક સ્વયંસેવક સેનાની રચના કરી. આ સેનામાં મહિલાઓની ભરતી કરવામાં આવી અને તેમને યુધ્ધનું પ્રશિક્ષણ પણ અપાયું. સામાન્ય જનતાએ પણ આ સંગ્રામમાં સહયોગ આપ્યો૧૮૫૭ના સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાડોશી ઓરછા અને દતિયા રાજ્યના રાજાઓએ ઝાંસી પર આક્રમણ કરી દીધું. રાણીએ સફળતા પૂર્વક એ આક્રમણ નિષ્ફળ બનાવ્યું. ૧૮૫૮ના જાન્યુઆરીમાં અંગ્રેજોના લશ્કરે ઝાંસી તરફ કૂચ કરી અને માર્ચમાં શહેરને ઘેરી લીધું. બે અઠવાડીયાની લડાઈ બાદ અંગ્રેજોએ ઝાંસી પર કબ્જો કરી લીધો. રાણી દામોદર રાવ સાથે અંગ્રેજોથી ભાગવામા સફળ રહી. રાણી ઝાંસીથી ભાગીને કાલપી પહોંચી અને તાત્યા ટોપેને મળી. તાત્યા ટોપે અને રાણીની સંયુક્ત સેનાઓએ ગ્વાલિયરના વિદ્રોહી સૈનિકોની મદદથી ગ્વાલિયરના એક કિલ્લા પર કબ્જો કરી લીધો. ૧૭ જૂન ૧૮૫૮ના રોજ ગ્વાલિયર પાસે કોટા-કી-સરાયમાં અંગ્રેજો સામે લડતા લડતા રાણી લક્ષ્મીબાઈ શહિદ થયા.લડાઈના રિપોર્ટમાં બ્રિટીશ જનરલ હ્યુરોજે લખ્યું કે રાણી લક્ષ્મીબાઈ પોતાની \”સુંદરતા, ચાલાકી અને દ્રઢતા માટે ઉલ્લેખનિય\” અને \”વિદ્રોહિ નેતાઓમાં સૌથી ખતરનાક\” હતી.૧૪ માર્ચ ૧૮૫૭થી આંઠ દિવસ સુધી રાણીના કિલ્લામાંથી તોપો આગ ઓકતી રહી. અંગ્રેજ સેનાપતિ હ્યુરોજ લક્ષ્મીબાઈનું ચંડી સ્વરૂપ અને કિલ્લેબંધી જોઈને દંગ રહી ગયો.રણચંડી બનેલી રાણી પીઠ પર દત્તક પૂત્ર દામોદર રાવને બાંધીને ભયંકર યુધ્ધ કરતી રહી. ઝાંસીની નજીવી સેનાએ રાણીને સલાહ આપી કે તેઓ કાલપી તરફ નીકળી જાય. ઝલકારી બાઈ અને મુંદર સખીઓએ પણ રણભુમીમાં ખૂબ કૌવત બતાવ્યું. પોતાના ચાર-પાંચ વિશ્વાસુ ઘોડેસવારોને લઈને રાણી કાલપી તરફ આગળ વધી. કેપ્ટન વોકરે તેમનો પીછો કર્યો અને તેમને ઘાયલ કરી દીધા.૨૨મે ૧૮૫૭ના રોજ ક્રાતિકારીઓએ કાલપી છોડી ગ્વાલિયર જવું પડ્યું. ૧૭ જૂને ફરી યુધ્ધ થયુ. રાણીના ભયંકર પ્રહારો સામે અંગ્રેજોએ પીછેહઠ કરવી પડી. મહારાણીનો વિજય થયો, પણ ૧૮ જૂને સ્વયં હ્યુરોજે યુધ્ધમાં જપંલાવ્યું. લક્ષ્મીબાઈએ દામોદર રાવને રામચંદ્ર દેશમુખને સોંપી દીધો. રાણીનો ઘોડો સોનરેખા નાળાને પાર ન કરી શક્યો. ત્યારે જ એક સૈનિકે પાછળથી રાણી પર તલવારનો એવો ઘા કર્યો કે તેમના માથાનો જમણો ભાગ કપાઈ ગયો અને આંખ બહાર નીકળી આવી. ઘાયલ થયા બાદ પણ રાણીએ તે અંગ્રેજને પતાવી નાખ્યો અને પોતાના પ્રાણ ત્યાગી દીધા. ૧૮ જૂન, ૧૮૫૮ના રોજ બાબા ગંગાદાસની ઝુંપડી કે જ્યાં રાણીએ શ્વાસ છોડ્યા ત્યાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

 

pankaj shridhap દ્દ્રારા

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors