રાષ્ટ્રીય સ્તરે ગુજરાતી સાહિત્યના એક પ્રતિનિધિનું નામ આપવાનું હોય તો નિ:શંક અને નિર્વિવાદપણે એ નામ ઉમાશંકરનું જ હોય. તેજસ્વી અને શીલભદ્ર વિદ્યાપુરુષ શ્રી ઉમાશંકર જોષીનો જન્મ ઈડરના બામણા ગામ તા. ૨૧-૭-૧૯૧૧ના રોજ થયો હતો. અભ્યાસ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠના વાતાવરણનો અને કાકાસાહેબના અંતેવાસી થવાનો લાભ મળ્યો. ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ એ તેમનું પ્રથમ કાવ્ય અને ‘વિશ્વશાંતિ’ એ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ. સ્વભાવે તેઓ નાગરિક હતા. એશિયાઈ દેશોના સંસ્કાર પ્રવાસે પણ તેઓ નીકળ્યા હતાં. એમના સઘળાં કાવ્યોનો સંગ્રહ ‘સમગ્ર કવિતા’ નામે પ્રગટ થયો છે. ઉપરાંત ‘સાપના ભારા’ જેવાં નાટકો, ‘વિસામો’ જેવા નવલિકા સંગ્રહો, ‘ઉઘાડી બારી’ જેવા નિબંધ સંગ્રહો અને ‘પારકાં જણ્યાં’ જેવી નવલકથાઓ તેમણે આપી છે. ઉમાશંકરે કવિતાના કેમેરાને કેટલાક વિવિધ એંગલે ગોઠવ્યો હતો. ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’ કહેનારા ઉમાશંકરે ‘આત્માના ખંડેર’ પણ લખ્યું. ‘વાસુકિ’ ઉપનામથી પણ તેમણે કેટલુંક સર્જન કર્યું. રાજ્યસભામાં થયેલી તેમની નિયુક્તિ બહુમુખી પ્રતિભાનો ખ્યાલ છે. હેમચંદ્રાચાર્યની જન્મજયંતીના ઉત્સવમાં તેઓ તીથલ થયેલી તેમની નિયુક્તિ બહુમુખી પ્રતિભાનો ખ્યાલ આપે છે. હેમચંદ્રાચાર્યની જન્મજયંતીના ઉત્સવમાં તેઓ તીથલ ગયા, પરંતુ એકાએક તબિયત બગડતા તેમને અમદાવાદ લઈ જવામાં આવ્યા. ઈ. ૧૯૮૮માં એમણે દેહવિલય સાધ્યો.