કબજિયાત – પીપાળાનુ પાન નાખીને ઉકાળેલુ દૂઘ પીવાથી ગૅસને કારણે થયેલ કબજિયાત મટે છે. પેટના વાયુ મટે છે. ગરમ દૂધ સાથે બે ચમચી ગુલકંદ કે ઇસબગુલ રાત્રે સૂતી વખતે લેવાથી મળ સાફ આવે છે.
એસિડિટી – થોડું થોડું કરીને દિવસમાં ત્રણ વાર ગરમ દૂધ પીવાથી લાભ થાયછે.
મૂત્રાશયના રોગ – દૂધમાં ગોળ મેળવીને પીવાથી મૂત્રાશયના બધા રોગ શાંત થાય છે.
મસા – રાત્રે સૂતી વખતે દૂધની સાથે ઈસબગુલ લેવાથી લાભ થાય છે.
ખંજવાળ – દૂધમાં પાણી મેળવીને તેને રૂના પોતાં વડે શરીર પર મસળવાથી અને થોડી વાર પછી સ્નાન કરી લેવાથી લાભ થાય છે.
નપુંસકતા – દૂધમાં બદામ ભેળવીને પીવાથી તે મટે છે.
ડાઘ-ધાબા – દૂધને ચહેરા પર મસળવાથી દાગ-ધાબા મટે છે. ત્વચા તેજસ્વી સુંવાળી બને છે.
નેત્ર સ્વાસ્થ્યવર્ધક – આંખમાં માર લાગેલ હોય, મરચું-મસાલો પડેલ હોય, કોઈ જીવડું પડી ગયું હોય કે ડંખ મારેલ મારેલ હોય, દુખતી હોય, ચીપડા આવતા હોય, પ્રકાશ સહન ન કરી શકે તેમ હોય તો રૂનાં પોતાંને પલાળીને આખં પર દબાવી રાખવાથી સારો લાભ થાય છે અથવા ગાયના કાચા દૂધને ડ્રોપર વડે રોગીની આંખમાં નાખો તો નેત્રવિકાર મટશે.
કાનદર્દ – બકરીના દૂધમાં સમભાગે સરકો ભેળવીને નવશેકું ગરમ કરી લો અને તેના થોડા ટીપાં કાનમાં ટપકાવાથી કાનપીડા મટે છે.
સૂકી ઉધરસ – બકરીનું તાજું ઘારોષ્ણ દૂધ સાકર સાથે ભેળવીને પીવાથી સૂકી ઉધરસ મટે છે. તે લાંબા સમય સુઘી (પ્રયોગ) ચાલુ રાખવાથી લાભ થાય છે.
શિરદર્દ – આમલી પ૦ ગ્રામ જેટલી લઈને ગરમ પાણીમાં ધોઈ લો અને તેને ગાયના દૂધમાં નાખી દો, પછી તેને તાપ પર રાખીને ઉકાળો, જ્યારે દૂધ ફાટી જાય ત્યારે તેને ગાળીને પનીરને અલગ કરી દો. આ પાણીમાં સાકર ભેળવીને રોગીને પીવા આપો. ત્રણ-ચાર દિવસ સુધી આ પ્રયોગ કરવાથી માથાનો દુખાવો મટી જાય છે, આ દૂધ વડે રોગીના માથામાં માલિશ કરવાથી સારો ફાયદો થાય છે.
જળોદર – આ રોગી જો માત્ર દૂધ ઉપર જ રહે તો રોગ મટે છે. આ રોગીએ પાણી જરા પણ પીવું નહીં
દૂઝતા હરસ – આ રોગીએ દૂધમાં સાકર ભેળવીને તેનું સેવન કરવું (દૂધ ગાયનું લેવું).
અળાઈ – નાનાં બાળકોને ઉનાળાની અળાઈ ફોલ્લીઓ પર ગાયના દૂધનું માલિશ કરવું જોઈએ.
આંખનો કચરો – આંખમા કચરો પડ્યો હોય તો આંખ ઉપર ગાયના દૂધની ધાર કરવી, કચરો દૂર થશે.
પુષ્ટીવર્ધક – દૂધને પાકી કેરીના રસ સાથે લેવાથી શરીર પુષ્ટ બને છે. દૂધનું બંધારણ – પહેલાં ગાય, ભેંસ, બકરીનાં શુધ્ધ દૂધ જ વપરાતાં, તેથી દૂધનાં ધોરણો આટલા જ હતાં. હવે તો સર્વત્ર દૂધમાં ભેળસેળ હોવાની જ, દૂધની ગુણવતા નીચી જવા લાગી. ઉંચી કિંમતે દૂધનુ બંધારણ નક્કી કરીને એ દૂધ બજારમાં મૂકવામાં આવ્યું.
સામાન્ય રીતે આઓણે એવું માનીએ છીએ કે જે દૂધમાં મલાઈ વધારે હોય તે દૂધ સારું, પણ મલાઈ ઉપરાત વિટામિન, મીનરલ્સ, કાર્બોહાઈડ્રેટસ વગેરે વસ્તુઓ દૂધમાંથી મળે છે અને સરળતાથી પચી જાય છે, જો દૂધમાં પાણી ભેળવવામા આવે તો ફેટ ઓછી થય જાય. આવું દૂધ થોડું સસ્તુ પડે, પણ તેનાં પોષક તત્વો ધટી જાય છે. સરકારે એવું ઠરાવ્યું છે કે અમુક પ્રમાણમાં દૂધમાં પોષક તત્વો હોવાં જ જોઇએ. આ બીજાં તત્વોને સોલિડ નોન-ફેટ કહે છે. ફેટ કાઢી લઇને દૂધમાંથી પાણી ઉડાડી દેવામાં આવે પછી જે દૂધ વધે તેને સોલિડ નોન-ફેટ કહે છે. જેને એસ.એન.એફ. પૂરતા પ્રમાણમાં ન હોય તો એ દૂધ પોષક ન ગણાય અને તેને ઉતરતું ગણવામાં આવે. આવી બાબતો ધ્યાનમાં લઇને જ દૂધના ધોરણો નકકી કરવામાં આવ્યાં છે અને તેને ધ્યાનમાં રાખીને દૂધ વેચાણમાં મુકાય છે.