તમારી પોશાક પહેરવાની રીત, વાત કરવાનો અંદાજ તમારા વ્યક્તિત્વ વિશે ઘણું બઘુ ંકહી જાય છે. જાણતા-અજાણતાં તમારી ચાલવાની રીત પણ અન્યો પર તમારી પર્સનાલિટી બાબતે ઘેરી છાપ છોડે છે. પરંતુ શું તમે જાણો છો કે પુરુષોની ચાલવાની સ્ટાઈલથી તેમના સ્વભાવ વિશે જાણી શકાય છે. તો ચાલો, આ વિષય પર થોડી જાણકારી મેળવી લઈએ.
– જે પુરુષ ચાલતી વખતે પગની સાથે સાથે હાથ પણ હલાવતા રહે છે એવા પુરુષ ખેલદિલ સ્વભાવવાળા હોય છે. જીવન પ્રત્યે તેમનો દ્રષ્ટિકોણ હકારાત્મક હોય છે. પોતાના હસમુખા સ્વભાવને લીધે તે લોકોમાં જલ્દી ભળી જાય છે અને જીવનને પૂરા જોશ, ઉમંગ અને ઉત્સાહથી માણે છે.
– પુરુષોના હાવભાવથી તેમની માનસિક સ્થિતિ વિશે પણ જાણી શકાય છે. જે પુરુષો ખભા અને છાતી ટટ્ટાર રાખીને ચાલે છે તેઓ બીજા પર હુકમ ચલાવનારા અને ખૂબ જ ગુસ્સાવાળા હોય છે. શારીરિકરૂપે તેઓ મજબૂત હોય છે. અને જલ્દી બીમાર પણ નથી પડતા. તેમનામાં આત્મવિશ્વાસ ઘણો હોય છે.
જે પુરુષ પેટ બહાર કાઢીને ચાલતા હોય તેઓ હંમેશા પર બીજા પોતાનો અધિકાર જમાવવા માગતા હોય છે. બીજાના અંગત જીવનમાં દખલગીરી કરવી તેમને ગમે છે. અને અન્ય લોકોના જીવનની દરેક નાની -મોટી બાબતમાં તેમને ખૂબ જ રસ હોય છે. ટૂંકમાં તેઓ ‘પંચાતિયા’ સ્વભાવના હોય એમ કહી શકાય.
– જે પોતાના ખભા આગળની તરફ ઝુકાવીને ચાલે છે તેઓ અત્યંત મહેનતુ પણ થોડા આળસુ પ્રકૃતિના હોય છે. કોઈપણ કામ કરવામાં કે નિર્ણય લેવામાં તત્પર નથી હોતા. તેમને કોઈપણ વાત નક્કી કરવામાં ઘણો સમય લાગે છે.
– એવા પુરુષ જે ખૂબ ઝડપથી ચાલે છે, તેઓ ખૂબ જ ઉત્સાહી હોય છે અને તેમનામાં ગજબની ફિટનેસ જોવા મળે છે.
– જે પુરુષ નાનાં-નાનાં ડગલાં ભરીને ધીમે ધીમે ચાલે છે તેમનું જીવન મૂંઝવણોથી ભરેલું હોય છે.
– લટક-મટક કરીને ચાલતા પુરુષો અત્યંત સંવેદનશીલ અને ક્રિએટીવ હોય છે.
– જે પુરુષ જમીન પર દબાણ આપીને ચાલતા હોય તેઓ જિદ્દી સ્વભાવના હોય છે અન ેએક વખત લીધેલો નિર્ણય ક્યારેય નથી બદલતા.
– આનંદમાં હોય ત્યારે તેમની ચાલમાં ચુસ્તી આવી જાય છે અને ચાલવાની ઝડપ પણ વધી જાય છે.
– જે પુરુષોમાં ભરપૂર આત્મવિશ્વાસ અને સાહસ હોય તેઓ લાંબા ડગલાં ભરે છે અને સામાન્ય રીતે બીજાથી આગળ ચાલવાની કોશિશ કરે છે.
– એ જ રીતે તાણગ્રસ્ત અને દુઃખી પુરુષ ધીમી ગતિથી પગ ઘસડીને ચાલે છે, જાણે તેના મનમાં કોઈ વાતનો ડર હોય.
મહિલાઓની ચાલ પણ ઘણું બઘું કહી જાય છે. ભલે તે પોતે કંઈ ન કહે પરંતુ જ્યારે તે ચાલતી હોય ત્યારે તેના કદમ તેની લવ-લાઈફની ચાડી ખાય છે. એક સર્વેક્ષણ અનુસાર તેમની ચાલવાની સ્ટાઈલ લવ-લાઈફ મુજબ બદલાતી રહે છે. તેની ઝડપી અને ધીમી ચાલનું પણ આગવું મહત્ત્વ હોય છે. બે ડગલાં વચ્ચેનું અંતર પણ એક સ્ત્રીના જીવનનાં ઘણાં રહસ્યો ખોલે છે.