પ્રવાસ અનુસાર કરો બેગ અને બેકપેકની પસંદગી

પ્રવાસની તૈયારી કરતી વખતે બેગની પસંદગી કરવાનું ખૂબ મહત્વનું છે.

– બેગ પેક પસંદ કરતી વખતે તેની કેપેસિટી ઉપરાંત, તેના બેલ્ટની મજબૂતાઇ, લોક વગેરે વ્યવસ્થિત હોય તે જોઇને જ ખરીદો.

– વધારે વસ્તુઓ સાથે લઇ જવાના મોહમાં મોટી બેગ ન લઇ જાવ. મોટી બેગને લીધે સ્ટેશન પર પગથિયાં ચડતી-ઊતરતી વખતે અથવા તો ટ્રેનમાં સીટ નીચે ગોઠવવામાં મુશ્કેલી પડે છે. વળી, જો બેગ વધારે પડતી નાની હશે, તો તેમાં સામાન ભર્યા પછી બંધ કરવામાં તમારે વધારે મહેનત કરવી પડશે. આથી વધારે સારું તો એ જ રહેશે કે તમે જેવડી ઊંચકી શકો, એવડી જ બેગ સાથે લઇ જાવ.

– જો તમે સ્ટ્રોલર બેગ ખરીદતાં હો, તો તમારી હાઇટ પ્રમાણે તેના હેન્ડલની લંબાઇ ચેક કરી લો. હેન્ડલ એટલું લાંબું હોવું જોઇએ કે બેગ ખેંચવા માટે તમારે નીચા વળવું ન પડે.

સ્થળ પ્રમાણે બેગ

મોટા ભાગના લોકો અત્યારે પ્રવાસે જતી વખતે સ્ટ્રોલર સાથે લઇ જવાનું પસંદ કરે છે કેમ કે તેમાં પૈડાં હોવાથી સગવડદાયક રહે છે. જો તમે કોઇ પર્વતીય અથવા તો જંગલ હોય એવા વિસ્તારમાં ફરવા જઇ રહ્યા હો, જ્યાં સમથળ જમીન જવલ્લે જ હોય, ત્યાં આવી સ્ટ્રોલર તમારા માટે મુશ્કેલી ઊભી કરે છે. તે ઊંચકવાનું એટલું સરળ નથી હોતું અને જમીનની સપાટી ખરબચડી હોવાને લીધે પૈડાં સરળતાથી ચાલતાં નથી. આવા સ્થળોએ તો બેક પેક અથવા એરબેગ્સ સાથે લઇ જવાનું જ સારું રહે છે. આથી બેગની પસંદગી કરતાં હો, ત્યારે જે જગ્યાએ ફરવા જવાનાં હો તેને ધ્યાનમાં રાખીને જ પસંદગી કરો.

ડે-બેગ પણ જરૂરી છે

સ્ટ્રોલર ઉપરાંત તમારી સાથે બેકપેક ચોક્કસ લઇ જાવ. જ્યારે કોઇ જગ્યાએ ફરવા અથવા સાઇટ-સીઇંગ માટે જાવ ત્યારે બેગપેક અથવા ટોટબેગમાં દિવસ દરમિયાનની જરૂરી વસ્તુઓ જેવી કે, પાણીની બોટલ, થોડો નાસ્તો, કેમેરા, નેપિ્કન વગેરે સાથે રાખી શકો છો. આવી ટોટબેગ આકર્ષક લાગે છે અને બેગ પેક સગવડભરી હોય છે. તમે તમને જે પસંદ હોય તે સાથે લઇ જઇ શકો છો.

દરેકની અલગ ડે-બેગ

ટ્રેકિંગ માટેની જગ્યા જ્યાં પહાડ પર ચડવાનું હોય અથવા તો બીચ પર ફરવા જવાનું હોય તો આવા સ્થળોએ પરિવારના દરેક સભ્યની અલગ ડે-બેગ હોય એ સારું રહેશે. બાળકોને પણ તેઓ ઊંચકી શકે એવી નાનકડી બેક પેક તૈયાર કરી આપો. તેમાં તેમના માટે ઉપયોગી વસ્તુઓ જેવી કે, સિપર, સ્નેકસ, તેમના સોફ્ટ ટોયઝ વગેરે રાખી શકાય છે. તે સાથે તેમને ગમતી ગેમ, પઝલ, કોમિકસ પણ રાખી શકો.

સુવિધા રહે એ રીતે કપડાં પેક કરવા સાથે શોપિંગ માટે એક્સ્ટ્રા બેગ રાખો.

– સગવડતા રહેશે : જેમાં કપડાં રાખવાનાં હોય તે બેગ પ્લાસ્ટિકની અને ઝિપવાળી હોય તો વધારે સારું રહેશે. એક પ્લાસ્ટિક બેગમાં તમારે જોઇતાં તમામ ટી-શર્ટ્સ અને પેન્ટ્સ ગોઠવો, તો બીજી બેગમાં સલવાર-કુર્તી ગોઠવો. આ રીતે ગોઠવવાથી બધાં કપડાં અલગ રહેશે, તેની ગડી સારી રીતે રહેવા સાથે તમારે જ્યારે જે ડ્રેસ પહેરવો હશે તે શોધવામાં પણ સરળતા રહેશે. જો અઠવાડિયાંથી ઓછા દિવસ માટે પ્રવાસે જઇ રહ્યાં હો, તો રોજેરોજ પહેરવા માટેનાં કપડાં અલગ અલગ પ્લાસ્ટિક બેગમાં ગોઠવવાથી પણ સારું રહેશે.

– એક્સ્ટ્રા બેગ : પ્રવાસ માટે તમે કોઇ પણ સ્થળે જાવ, પણ ત્યાંથી થોડુંઘણું શોપિંગ તો કરવાનાં જ. એ માટે સામાન પેક કરતી વખતે જ એક એક્સ્ટ્રા એરબેગ સાથે રાખો. જો તમે શોપિંગ કરો અને વધારે વસ્તુ હોય તો તેમા ભરી શકો છો અથવા આ એરબેગ મેલાં કપડાં ભરવા માટે પણ ઉપયોગી થશે.

– આટલું તો સાથે રાખો જ : ટોર્ચ અથવા ફ્લેશ લાઇટ યાદ રાખીને તમારા સામાનમાં મૂકી દો. જો તમે કોઇ એડવેન્ચર સ્પોટ પર જઇ રહ્યાં હો, તો સાથે દિશાસૂચક યંત્ર અને રસ્સી પણ સાથે લઇ લો.

– ભારે ન હોય સામાન : જો તમે બેકપેક લઇ જવાનાં હો, તો પેકિંગ કરતી વખતે તેમાં હળવી હોય એવી વસ્તુઓને નીચે ગોઠવો અને વજનદાર વસ્તુઓ ઉપર રાખો. આમ કરવાથી બેગ વજનદાર નહીં લાગે. તાત્કાલિક જરૂર પડે એમ હોય એવી વસ્તુઓ ઉપર રાખો.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors