જેને સુખી થવું છે તેણે બીજાને સમજવાની અને બીજાને સમજાવવાની બાબતોનો દૃષ્ટિકોણ રાખવો આવશ્યક
છે. આ દૃષ્ટિકોણ રાખનાર કદી દુઃખી થતો નથી. તેના જીવનમાં બિનજરૂરી વિવાદ, ઝગડા, કલેશ, કંકાસ હન
આવે. તેથી તે કદી દુઃખી પણ થતો નથી.
જીવનમાં દરેક વ્યકિત સુખી થવા માગે છે. તે માટે દરેક પોતાને અનુકુળ રસ્તો પસંદ કરે છે. ઊંચંુ જીવન
જીવવાની ઇચ્છા રાખે છે. તે માટે તેણે સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવો પડે છે તે પૂરા કરવા તેને માટે ત્રણ
પગલાં છે. જે પગલાં મુજબ તે જો ચાલે તો તે સુખી થઇ શકે છે.
(૧)આત્મનિરીક્ષણ (૨) સમજવાનો અને સમજાવવાનો દૃષ્ટિકોણ (૩) પ્રાર્થના – પૂજા.
આત્મનિરીક્ષણ ઃ
દરેક મનુષ્યએ પોતાનું આત્મનિરીક્ષણ કરવું જ જોઇએ. જે મનુષ્ય આત્મનિરીક્ષણ કરે છે તે પોતે કયાં ઉભો
છે? તે જાણી શકે છે. જે પોતાની જાતનું પરીક્ષણ કરે છે તે કઇ પરિસ્થિતિમાંથી કેવો માર્ગ કાઢવો તે જાણી શકે
છે. તે માટે તે ટૂંકો માર્ગ અપનાવી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકે છે. સત્યનો માર્ગ કંાટાળો છે. ટૂંકે માર્ગે
મેળવેલું ધન, જ્ઞાન કે યશ ઓછું આયુષ્ય ધરાવે છે. આ સત્ય સૌએ જાણવું તથા પીછાણવું જોઇએ. જે બાબત
મનુષ્યને દુઃખી બનતો અટકાવે છે.
(૨) સમજવાનો અને સમજાવવાનો દૃષ્ટિકો ણ ઃ-
કોઇપણ વાત શરૂ કરતાં પહેલાં કોઇપણ વ્યકિત પોતાના જ દૃષ્ટિકોણથી જોવાનો વિચાર કરે છે. તેને બદલે
સામી વ્યકિત સામી વ્યકિત કેવી પરિસ્થિતિમાં છે? તે જુએ જાણે તો તેને આગળ શું કરવું તેની સમજ પડે છે.
સામી વ્યકિતની જગાએ તે પોતે ઉભો હોત તો તે શું કરત? તે સમજવું પડે. આમ સામી વ્યકિતને સમજવાની
તથા સમજાવવાની જેનામાં આવડત હોય તે વ્યકિત સુખી થાય છે.
(૩) પ્રાર્થના પૂજા ઃ-
માત્ર દુઃખમાંજ પ્રભુ પ્રાર્થના કરવી તે તો સ્વાર્થ છે. સંત કબીર સાહેબે પણ એક દોહામાં કહ્યું છે કે, દુઃખમ
સબ કરે. સુખમ કરે ન કોઇ જો સુખમ સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય? એટલે કે મનુષ્ય ઊપર દુઃખ આવે
ત્યારે જ તે ભગવાનનું નામ પ્રેરાય છે. તેને જયારે સુખ આવે ત્યારે તે ભગવાનને ભૂલી જાય છે. જો સુખ
દરમ્યાન તે ભગવાનને યાદ કરે તો તેને દુઃખ કદી નથી આવતું.
આથી મનુષ્યએ દુઃખમાં જ ભગવાનને યાદ ન કરતાં તેના નિયમ પ્રમાણે દરરોજ પૂજા-પાઠ કરવાં જ જોઇએ.
પૂજા-પાઠ કરવાથી તેનાં જીવનમાં કોઇ તકલીફ આવતી નથી. જો આવે તો તે પ્રભુકાૃપાએ દૂર થઇ જાય છે.
અથવા હળવી થઇ જાય છે.