દરેક વ્યકિતને સફળતા નથી મળતી. જો કોઇને સફળ થવું હોય તો જે ક્ષેત્રે તેણે સફળ થવું હોય તે ક્ષેત્રે તેણે
તે અંગેની સઘળી માહિતી લઇ લેવી જોઇએ. મેળવેલ માહિતી ઊપર ખૂબ મનન ચતન કરી લેવું જોઇએ. તે
બાબતને સારી રીતે સમજી લેવી જોઇએ. જે તે બાબતને સારી રીતે સમજી લેતાં તે બાબતે કામ કરવામાં
સરળતા રહે છે. જો કોઇ ચિત્રકારને સુંદર સ્ત્રીનું ચિત્ર દોરવું હોય તો તેણે તે સ્ત્રીને મનોમન નિરખી લેવી
જોઇએ. તેણે તેના માનસપર ઊપર તે સ્ત્રીની છબિ અંકિત કરી લેવી જોઇએ. જેથી તે સ્ત્રીનું આબેહૂબ નખશીશ
ચિત્ર પોતાના કેનવાસ ઊપર ઊતારી શકશે. જો આપણે એકાદ વખત તિરુપતિ બાલાજી કે સાળંગપુરના
કષ્ટભંજન દેવના દર્શને જવું હોય તો તે સ્થળ અંગેની પૂરક માહિતી લઇ લેવાથી આપણું પ્રત્યેક પગલું સફળ
થાય છે. કયાં કેવી રીતે જવાથી આપણે કેટલા જલદી પહાચી શકીશું કે કેટલું ભાડું કે કેટલું પેટ્રોલ બળશે ? તેનો
ખ્યાલ આવશે.
શાસ્ત્રો પણ કહે છે કે જે કાંઇ કામ કરો તે કામ આયોજનપૂર્વક કરો. આયોજનપૂર્વક કરેલ કામ તમને
સફળતા અપાવશે જ. પરીક્ષામાં સફળ થવા ગોખણપટ્ટી ઠીક છે. પણ જો જે તે પાઠનું મનન કર્યું હશે તો તમે
ખૂબ આસાનીથી પરીક્ષામાં યોગ્ય દેખાવ કરી શકશો. એટલું જ નહ પરીક્ષામાં સારા ગુણથી પાસ પણ થઇ
શકશો. આમ દરેક વ્યકિતએ સફળતા મેળવવા મનની સ્લેટ ઊપર ચતનનું ગણિત માંડવું આવશ્યક છે. જો તેને
સંપૂર્ણ સફળ થવું હોય તો.